..~.. સા ~ રે ~ ગા ~ મા ~ પ ~ ધ ~ ની ~ સા ..~.. ગીત-સંગીત ને સૂર નો સમન્વય !... * સૂર~સરગમ *

Friday, January 26, 2007

.*..E mere vatan ke logo..*





powered by ODEO

આજ ના પ્રજાસત્તાક દિને દરેક હિંદુસ્તાની ને જયહિંદ.!.આપણાં મા થી એવી કઇ વ્યક્તિ હશે જેણે આજે આપણાં દેશ ની રક્ષા કાજે શહિદી સ્વીકારનાર એ દરેક સૈનિકો ને યાદ કરી ને એમને અશ્રુ ભરેલી પલ્કો થી શ્રદ્ધાંજલી અર્પણ ના કરી હોય? આવો, આજે આપણે સહુ સાથે મળી ને આપણાં એ વીર જવાનો ને શ્રદ્ધાંજલી અર્પિત કરી ને સલામ ભરીએ..!.....આ શ્રદ્ધાંજલી માં, લતાજી નાં દર્દભર્યા કંઠ ની સાથે આપણે પણ સૂર પુરાવીએ..!

..* E mere pyaare vatan..*



powered by ODEO

..દરેક ભારતીય, દેશ મા રહે કે પરદેશ ,પણ હર હિંદુસ્તાની ના દિલ મા દેશપ્રત્યે એક અનોખી ભાવના રહેલી હોય છે.ખાસ કરી ને જ્યારે આપણે વતન થી દુર હોઈએ ,ત્યારે એ દુરી નો અહેસાસ તો જે પોતાના વતન થી દુર હોય એ જ વ્યકતિ મહેસુસ કરી શકે...!..એ અહેસાસ ને વાચા આપી છે શ્રીમન્નાડે ના દર્દ ભર્યા સ્વરે..!!

*..kar chale..*



.

powered by ODEO

...આપણા શહિદ વીર સૈનિકો આપણા દેશ માટે કુરબાન થઇ અને આપણ ને દેશ ની લગામ સોંપી ગયા, તેઓ ની શાન જાળવવા માટે ચાલો આપણે દેશ માં થી આતંકવાદ ને નાથવા ના પુરતા પ્રયત્નો કરીએ....!!!આવો, શહિદો ના શબ્દો ને સાંભળી ને શ્રદ્ધાંજલી અર્પિત કરીએ...!

Monday, January 08, 2007

..* ..Jab Deep Jale Aana..*..




...સંકેત મિલન કા ભુલ ના જાના,મેરા પ્યાર ના બિસરાના..કેવા સરસ શબ્દો માં લાગણી ને વ્યક્ત કરી છે..!..યેસુદા અને હેમલતા નાં સુમધુર સ્વર ને કર્ણપ્રિય બનાવેલ છે આ સુરીલા શબ્દો અને હળવા સંગીતે...!!આ સુરો ની સરગમ માણવા નો આનંદ કૈક અનેરો જ છે...!!

.. * ..Aadmi musafir hai..* ..




...માનવી એક રાહગીર છે, જીવન રુપી રસ્તા પર ચાલ્તો રહે છે અને આવતા-જતા પોતાના વ્યક્તિત્વ ની છાપ છોડતો જાય છે.અમુક માનવીઓ આપણા જીવન માં બહુ અલ્પ સમય માટે આવી ને જતા રહે છે પણ એની યાદ આપણા જીવન માં કાયમ મહેકતી રહે છે..!

* Note *

મિત્રો, હવેથી આ બ્લોગ પરની દરેક પોસ્ટ આપ સમન્વય પર વાંચી શકશો. આ સાઇટનું url છે, http://www.samnvay.net . જેને આપ બુકમાર્ક કરી લેશો. આપના સ્નેહ અને સહકાર બદલ આભાર ...!