..~.. સા ~ રે ~ ગા ~ મા ~ પ ~ ધ ~ ની ~ સા ..~.. ગીત-સંગીત ને સૂર નો સમન્વય !... * સૂર~સરગમ *

Saturday, September 29, 2007

..*..Tulsidal..*..


માનનીય શ્રી રાજેન્દ્રજીએ એમનાં બ્લોગ તુલસીદલ પર સૂર-સરગમ ને સ્થાન આપ્યું એ બદલ તેઓશ્રી નો તથા એ સર્વે મિત્રો નો ખરા અંત:કરણ પુર્વક આભાર માનુ છું કે જેમણે એમનાં અમુલ્ય પ્રતિભાવો તુલસીદલ તથા સૂર-સરગમ પર આપ્યાં...આપ સહુ નું પ્રોત્સાહન જ મને પ્રેરણાં આપે છે..આવી જ રીતે આપનો સાથ અને સહકાર મળતો રહે એવી અભ્યર્થના..!..thanks again...!

Friday, September 14, 2007

.. *.. Ganesh Chaturthi ..*..


Ganesh Festival is an occasion or a day on which Lord Ganesha, the son of Shiva and Parvati, is believed to bestow his presence on earth for all his devotees. It is also known as Vinayaka Chaturthi in Sanskrit, Kannada, Tamil and Telugu. It is the birthday of Lord Ganesha. The festival is observed in the Hindu calendar month of Bhaadrapada, starting on the shukla chaturthi (fourth day of the waxing moon period). This typically comes sometime between August 20 and September 15. The festival lasts for 10 days, ending on Ananta Chaturdashi.
Ganesh, the elephant-headed son of Shiva and Parvati, is widely worshipped as the supreme god of wisdom, prosperity and good fortune.

..*.. Ode to Lord Bahmha ..*..Goddess Shree Saraswati sings an ode to Lord Brahma

આ મારી એક્દમ પ્રિય મુવી ક્લિપ છે..! શ્રી સરસ્વતી દેવી નાં શ્રી મુખ માં થી એક પછી એક પ્રગટ થઇ રહેલ સા..રે..ગા..મા..પા..ધા..ની...એ સાત સૂરો રૂપી અપ્સરાઓ નું સપ્તક જ્યારે શ્રી બ્રહ્માજી ને શત-શત પ્રાણમ કરી વંદના કરે છે એ દ્રશ્ય જ અદભુત છે..!..

Thursday, September 13, 2007

..*.. Nindiya se jaagi ..*..

કોકીલ કંઠી લતાજી નાં મધુર સ્વર માં આ રચના તથા મંત્ર મુગ્ધ કરી દેનાર સંગીત સાથે રચાયેલી આ સરગમ વિષે કંઇ પણ લખવા કરતાં એને મુગ્ધ થઇ ને સાંભળ્યા જ કરવા નું વધારે ગમે છે..!

..*.. Sangeet ..*.. (1)

ગુજરાતી સાહિત્ય એકેડ્મી દ્વારા પ્રાપ્ત થયેલ ગુજરાતી ભાષાની શ્રેષ્ઠ સાહિત્ય કૃતિ નું પ્રથમ પારિતોષિક અને રોકડ ઇનામ વિજેતા ગ્રંથ .." સૌરાષ્ટ્રનો સાંસ્કૃત્તિક વૈભવ " માં થી સાભાર ..

( ડો. કલાભાઈ પિંગળશીભાઈ ગઢવી સ્મૃતિગ્રંથનું, લક્ષ્મણભાઈ પિંગળશીભાઈ ગઢવી રચીત પુસ્તક ) માં થી આ માહિતી મોક્લવા બદલ મિત્ર શ્રી કપિલ દવે નો ખુબ ખુબ આભાર..

*

અત્રે પ્રસ્તુત છે થોડી સંગીત વિષયક માહિતી...

મહાત્મા ગાંધીજીએ સંગીત વિશે કહ્યું છે કે : " સંગીતે મને શાંતી આપી છે; વિકલ અવસ્થામાં સંગીતે મારું મસ્તક ઠંડુ કર્યું છે, ક્રોધ ઉપર વિજય પ્રાપ્ત કરવામાં સહાયતા આપી છે. સાધારણ રીતે જે વાત મગજમાં ન બેસે તે સંગીત દ્વારા હ્રદય સોંસરવી ઉતરે છે." ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોરનાં મતે " સંગીત એજ સૌંદર્યનું સાકાર અને સજીવ સ્વરરૂપ છે." યાજ્ઞવલ્કય સ્મૃતિમાં જણાવ્યા પ્રમાણે સંગીત મોક્ષ પ્રાપ્તિનું સાધન મનાયું છે. સંગીત એ ધ્વનિપ્રધાનકલા છે. સંગીતનાં સૌંદર્યનો, માધુર્યનો આધાર સ્વર છે. સ્વરનું મૂળ, નાદ અથવા ધ્વનિ છે. નાદનાં અનાહત અને આહત એમ બે મુખ્ય પ્રકાર છે. અનાહત નાદ યોગવિદ્યા ની સાધના દ્વારા આઘાત વગર ઉત્પન્ન થાય છે. કોઈપણ વસ્તુનાં આઘાતથી કંપનદ્વારા ઉત્પન્ન થતો ધ્વનિને આહતનાદ કહેવામાં આવે છે. જે સાંભળી શકાય છે. તેનાં આંદોલનની સંખ્યા દર સેકન્ડે ૨૪૦ છે. સંગીતમય સ્વર માટે ઓછામાં ઓછી ૪૦ આંદોલનની સંખ્યા જરૂરી મનાઈ છે. ગાયન,વાદન અને નર્તન માટે સંગીતનું જ્ઞાન અનિવાર્ય મનાયું છે. એથી એનો પ્રાથમિક પરીચય સંક્ષિપ્તમાં પ્રસ્તુત છે.

વ્યાખ્યાઃ સંગીતની વ્યાખ્યાઓ આ પ્રમાણે મળે છે.

(૧) સંગીત એ સંસ્કૃત ભાષાનો શબ્દ છે. સમ્+ગીત, સમનો અર્થ સમાન-બરાબર રીતથી અને ગીતનો અર્થ છે ગાવું, અર્થાત ઉત્તમ રીતે ગાવું એનું નામ સંગીત. 'સમ્યક પ્રકારેણ ગીયતે ઈતિ સંગીત'.

(૨) મહાકવિ કાલિદાસે અભિજ્ઞાન શાકુંતલમાં "ગીતં, વાદ્યં નર્તન ચ ત્રયં સંગીતમુચ્યતે" ગીત, વાજિંત્ર અને નૃત્ય એ ત્રણેય મળીને 'સંગીત' કહેવાય છે. પંડીત દામોદરકૃત સંગીતદર્પણમાં વિશેષમાં કહ્યું છે કેઃ "ગીત વાદિન નૃત્યાંના રકિતઃ સાધારણો ગુણઃ અતો રકિતવિહીનં યત્ન તત સંગીતમ ઉચ્યત" અર્થાત ગીત, વાદ્ય્ અને નૃત્ય ત્રણેયનો સામાન્ય ગુણ મનોરંજન છે. આથી સંગીતમાં રક્તિગુણ અનિવાર્ય છે.

(૩) ભરતમુનિએ ભરતનાટયશાસ્ત્રમાં "ગાંધર્વ ત્રિવિધં વિધાત સ્વરતાલપદાત્મકમ્ !" અર્થાત્ સ્વરાત્મક, તાલાત્મક તથા પદાત્મક એટલે સંગીત. એ રીતે સંગીતની વ્યાખ્યા આપી છે.

(૪) શ્રીરામપ્રસાદ પ્ર. બક્ષી સંગીતની વ્યાખ્યા આપતાં જણાવે છે કેઃ " સંગીત એટલે માનવ કંઠમાંથી કે વાદ્યમાંથી ઉત્પન્ન રાસબધ્ધ લયયુક્ત અને તાલબંધ સ્વરલીલા."

( વધુ આવતા અંકે )

Tuesday, September 04, 2007

..*.. Happy Janmashtami ..*..


* जन्माष्टमी के महाऊत्सवो की खुब खुब बघाई ! *
*
..Jan-mash-tami Utsav, is very important day in Pushti Marg. The reason it is important, is very simple. It is the Praghtya (appearance) of Bhagwan Shri Krishna on the always pious land of Bharat Bhumi (India), Braj Bhumi - Gokul in particular.
Not only for Pusti Marghiya Vaishnava’s, but for all Vedic Religious believers. They all celebrate this day. Shri Krishna is Purna Purshotam Bhagwan and every Vaishanav must celebrate this day with all his love and devotion.
*
In order to bless his beloved Bhakts (devotees) Purna Purshotam Bhagwan Shri Krishna took Pra-gha-tiya in the house of Shri Nandrai-ji in Shri Madh Gokul.
*
Nand-Maha-Ustav - Jan-mash-tami’s A-nand Maha-ustav. Maha-pra-bhu-ji Shri Vallabh celebrated Jan-mash-tami’s A-nand Maha-ustav.
*
First time in Kashi in the house of Seth Shri Purshotam-ji where all Devi-jeevas enjoyed the shak-shat (physically) Darshan of Shri Krishna. On Jan-mash-tami’s a-nand Maha-ustav day Shri Nandai-ji, Shri Yashoda-ji, appeared and gave their Dar-shan and enjoyed the Nand-Maha-Ustav. At the time of going back they asked Acha-riya-charan Shri Vallabh to ask Var-daan (boon), Shri Vallabh said “from now onward you should not appear in person, during Nand-Maha-Ustav day. On the Nand-Maha-Ustav day, the one who is dressed as Shri Nand and Shri Yashodha-ji, you can enter in them as Aa-vesh (influenced form)”. Even today Shri Vallabh-kul Balaks dress themselves as Shri Nandji and Shri Yashoda-ji on this very auspicious day.

..जय श्री क्रिष्नl ..

* Note *

મિત્રો, હવેથી આ બ્લોગ પરની દરેક પોસ્ટ આપ સમન્વય પર વાંચી શકશો. આ સાઇટનું url છે, http://www.samnvay.net . જેને આપ બુકમાર્ક કરી લેશો. આપના સ્નેહ અને સહકાર બદલ આભાર ...!