..~.. સા ~ રે ~ ગા ~ મા ~ પ ~ ધ ~ ની ~ સા ..~.. ગીત-સંગીત ને સૂર નો સમન્વય !... * સૂર~સરગમ *

Thursday, October 25, 2007

..*.. Sharad Punam ..*..









શરદ પુનમ ની ચાંદની રાત માં, હર એક હૈયા પર જાણે કે ચન્દ્રમા ની શ્વેત આભા પથરાઇ ગઇ હોય અને એમાથી પ્રણય રૂપી શીતળતા છલકાઇ રહી હોય એમ ભાસે છે આ બન્ને ગીતો માં..!

આજ નો ચાંદલિયો ..એ ગીત માં તો ખરેખર લતાજી એ પ્રાણ પૂરી ને સ્વર આપ્યો છે..જેમાની આ પંક્તિ ખુબ જ સરસ છે....!..

" તારા રે નામ નો છેડયો એકતારો, હું તારી મીરાં તું ગિરિધર મારો....!

...આજ મારે પીવો છે પ્રીતી નો પ્યાલો..."

Saturday, October 20, 2007

..*.. Jay Khodiyaar Ma ..*..




..*.. Tari Banki re ..*..




મિત્રો ની ફરમાઇશ થી અત્રે પ્રસ્તુત છે આ ગરબો...!

Friday, October 19, 2007

..*.. Stuti - Aarti..*..







આ સ્તુતિ તથા આરતી મોક્લવા બદલ મિત્રો શ્રી અશોકભાઇ પટેલ (મોરબી) તથા શ્રી કેતનભાઇ શાહ (વડોદરા) નો ખુબ ખુબ આભાર.

..*.. E Maro Sahyabo ..*..

..*.. Maniyaaro te halu halu..*..



Thursday, October 18, 2007

..*..Dhany Ma Tu Jogani ..*..

..*..Aapna Malak ma..*..




આ ગરબો જોઇ ને અમારા જેવા દરેક પરદેશી પંખીડાઓ ને આપણો મલક યાદ ના આવે તો જ નવાઇ..!

આપણો મલક ... આપણું ભારત ... આપણું ગુજરાત..!


Friday, October 12, 2007

..*.. Jay Ambe Ma ..*..





આજ થી શ્રી માતાજી નાં નવલા નોરતાં શરૂ થાય છે ...ચલો આપણે સહુ શ્રી અંબા માં ની આરતી કરી એમનું સ્વાગત કરીએ.

..*.. Jay Santoshi Ma ..*..





..આજ નાં નવરાત્રી પ્રારંભે જ શ્રી સંતોષી માં નો પવિત્ર દિવસ શુક્રવાર છે..માં એ સંતોષી માતા નું રૂપ ધરી ભક્તો નાં દુ:ખ હર્યાં... ' શ્રી સંતોષી માતા ની જય '

.*..Ame Maiyaara re..*..



માતાજી નાં ગરબા ની સાથે સાથે ગુજરાત નાં લોકગીતો પર આધારીત ગરબાઓ અને એ ગરબા નાં સૂર નાં સથવારે દાંડીયા ને પણ કેવી રીતે ભુલી શકાય..?..


Monday, October 08, 2007

..*..Happy Birthday To My " Lalan " Tejas & Niece Miloni..*..

..Many Many Happy Returns Of The Day..

જ્યારે અમારા લાલન નાં આગમન ની રાહ જોવાઇ રહી હતી, જેનાં પ્રથમ કોમળ સ્પર્શ નો અહેસાસ અમારા હ્રદય ને તો થઇ જ ચુક્યો હતો.. ત્યારે અમારાં હ્રદય માં જે સંવેદનાઓ ઉદભવી રહી હતી એ કંઇક આવી હતી..









Tuesday, October 02, 2007

..*.. Instrumental ..*..



આજે પુજ્ય ગાંધીજી ની જન્મ જયંતિ પર એમની પ્રિય ધુન સાંભળીએ...

..*.. Sunle Baapu Ye Paigaam ..*..

આ ગીત ને બચપણ થી સાંભળ્યું છે...આજે પુજ્ય બાપુ ની જન્મ જયંતિ એ આ ગીત ખુબ જ યાદ આવે છે..એમણે આપણાં દેશ માટે જે બલિદાન આપ્યું છે એ અવિસ્મરણીય છે..પણ એમની તપસ્યા થી, એમનાં સ્વપનો થી વિપરીત પરિસ્થિતી નો તાદ્ર્શ ચિતાર આ ગીત નાં શબ્દો માં વર્ણવ્યો છે..!..1969માં બનેલી ફિલ્મ 'બાલક'ના આ ગીત ને સુંદર સ્વર મળ્યો છે સુમનકલ્યાણપૂર નો અને સંગીત આપ્યું છે શ્રી દત્તારામે..


सुन ले बापु ये पैगाम, मेरी चिठ्ठी तेरे नाम



  • चिठ्ठी मैं सबसे पेहले लिखता तुजको राम राम

लिखता तुजको राम राम सुन ले बापु ये पैगाम...


काला धन काला व्यापार, रिश्वत के है गरम बाज़ार, सत्य अहिंसा करे पुकार,


तुट गये चरखे के तार, तेरे अनशन सत्याग्रह के बदल गये असली बर्ताव


इक् नई विद्या उपजी जीसको केहते है घेराव, तेरी कठीन तपस्या का ये कैसा नीकला अंजाम...




  • प्रांत प्रांत से टकराता है, भाषा पर भाषा की लात, मैं पंजाबी तु बंगाली, कौन करे भारत की बात,

  • तेरी
    हिन्दी की पांव में अंग्रेजी ने डाली डोर, तेरी लकडी ठगो ने ठग ली,


    तेरी बकरी ले गये चोर, सबरमती सिसकती तेरी, तडप रहा है सेवाग्राम...


    रामराज की तेरी कल्पना उडी हवा मैं बनके कपूर, बच्चों ने पठ-लिखना छोडा,


    तोड फोड मैं हे मगरूर , नेता हो गये दल -बदलू , देश की पघडी रहे उछाल


    तेरे पूत बिगड गये बापु, दारु बन्धी हुइ हालाल , तेरे राजघाट पे फिर भी फुल चढाते सुभह शाम...


    सुन ले बापु ये पैगाम, मेरी चिठ्ठी तेरे नाम चिठ्ठी मैं सबसे पेहले लिखता तुजको राम राम


    लिखता तुजको राम राम सुन ले बापु ये पैगाम...




    • આ ગીત ની રચના મોકલવા બદલ મિત્ર શ્રી નિરજભાઇ શાહ ( લંડન ) નો ખુબ ખુબ આભાર..




    આ ગીત ની mp3 file મોકલવા બદલ મિત્ર શ્રી અશોકભાઇ પટેલ ( મોરબી ) નો ખુબ ખુબ આભાર....

    ..*.. Sangeet ..*.. ( 2 )

    ગતાંક થી ચાલુ :- સંગીત વિષયક માહિતી....." સૌરાષ્ટ્રનો સાંસ્કૃત્તિક વૈભવ " માં થી સાભાર .. From Mr. Kapil Dave.
    ..........................................................................................................................................................................
    મધુરનાદ : સંગીતોપયોગી કોઈપણ ઉત્પન્ન થતો ધ્વનિની કંપન સંખ્યા નિયમિત હોય છે. ત્યારે તેને મધુરનાદ કહેવામાં આવે છે.


    આંદોલન અને તેની સંખ્યા : જ્યારે કંપન કરતી કોઈપણ વસ્તુ તેની મૂળ સ્થિતિથી ઊંચે અને ત્યારબાદ તેટલી જ નીચે ગયા બાદ જ્યારે મૂળ સ્થિતિ પર પરત આવે છે તેટલાં કંપનને એક આંદોલન કહેવામાં આવે છે. આંદોલન બંધ થતાં ધ્વનિ બંધ થાય છે. એક સેકન્ડમાં તાર જેટલાં આંદોલન છેડે છે, તેને તે ધ્વનિને આંદોલન સંખ્યા કહે છે


    નાદની ઊંચાઈ : નાદનાં ઊંચા કે નીચાપણાનો આધાર ધ્વનિ ઉત્પાદક આંદોલનની સંખ્યા પર રહે છે. વધુ આંદોલનની સંખ્યાનો ધ્વનિ ઊંચો અને ઓછી આંદોલનની સંખ્યાનો ધ્વનિ નીચો કહેવાય છે.


    નાદની ઘનતા : ધ્વનિ ઉત્પાદકતા જેમ વધુ તેમ ધ્વનિની ઘનતા વિશેષ. ધ્વનિ ઉત્પાદકતા પર વિશેષ દબાણ કરવાથી તેમા આંદોલનની પહોળાઈ વધે છે, તેને કારણે મોટો ધ્વનિ ઉત્પન્ન થાય છે.

    સ્વર-સૂર : અવાજનાં સ્થૂલ સ્વરૂપને સ્વર અથવા સૂર કહે છે. સાધારણ ગાયન-વાદનમાં સ્થૂલ સ્વર પ્રયોજાય છે. અને ખાસ રાગ-રાગીણીઓનાં સાચાં સ્વરૂપો બતાવવામાં શ્રુતિઓનો ઉપયોગ થાય છે. ૨૨ શ્રુતિઓમાંથી અમુક શ્રુતિનાં નકકી કરેલ અંતરે શુધ્ધ તેમજ વિકૃત સ્વરો મનાય છે. મુખ્ય સાત સ્વરોમા અનુક્રમે ષડજ, રિષભ, ગાંધાર, મધ્યમ, પંચમ, ધૈવત અને નિષાદ છે. ગાતી વખતે તે સ્વરોને ટુંકાવીને ક્રમાનુસાર ' સા રે ગ મ પ ધ નિ ' આ રીતે ઉચ્ચારાય છે. સ્વરનાં શુધ્ધ અને વિકૃત એમ બે પ્રકાર છે.

    સપ્તક : સા થી નિ સુધીમાં આવતા સ્વરોનાં સમુહને સપ્તક કહે છે. આ સ્વરોમાં તાર, સપ્તકનો સા ઉમેરવાથી એક સપ્તક પૂરું થાય છે. આમાં મુખ્ય સપ્તક મન્દ્દ મધ્ય અને તાર એમ ત્રણ છે. આ ત્રણેય સપ્તકો એક બીજાથી બમણી ઊંચાઈએ આવેલ છે. સપ્તક શરીરનાં સ્થાન સાથે સંબંધિત છે.


    શ્રુતિ : ' શ્રયતે ઈતિ શ્રુતિ ' એક સપ્તકમાં એક બીજાથી ઊંચા એવાં અસંખ્ય નાદ હોય છે, પરંતુ એક બીજાથી સ્પષ્ટ રીતે સાંભળી તેમજ ગાઈ શકાય તેવાં ૨૨ નાદ હોય છે. આ ૨૨ નાદને શ્રુતિ કહે છે. શ્રુતિ એ અવાજનું સૂક્ષ્મ સ્વરૂપ છે.
    ક્રમશ:

    * Note *

    મિત્રો, હવેથી આ બ્લોગ પરની દરેક પોસ્ટ આપ સમન્વય પર વાંચી શકશો. આ સાઇટનું url છે, http://www.samnvay.net . જેને આપ બુકમાર્ક કરી લેશો. આપના સ્નેહ અને સહકાર બદલ આભાર ...!