ગતાંક થી ચાલુ :- સંગીત વિષયક માહિતી....." સૌરાષ્ટ્રનો સાંસ્કૃત્તિક વૈભવ " માં થી સાભાર .. From Mr. Kapil Dave.
સૂરાવટ : એ સૂર ઉપરથી બીજા સૂર ઉપર એકદમ સીધા જઈ અટકી ન જતાં રાગને અનુકૂળ બીજા સૂરો ઉપર ફરીને જવૂં તેને સૂરાવટ કહે છે. ઉદાહરણ તરીકે વૈષ્ણવજન ' સા ગ, ગ, ગ, ગ, ગ,' ને સાદા સીધા ગાનમાં ' સા, રે, પ, મ, ગ, ગ,' સૂરો લગાડતાં સૂરાવટથી ગાયુ કહેવાય છે.
સ્વરનિયોજન :અમુક પ્રકારે અને અમુક અંતરે સૂરોની ગોઠવણીથી ધારી અસર ઉત્પન્ન કરવામા આવે છે. તેને સ્વરનિયોજન કહે છે.
મીંડ :એક સૂરને તાણીને તોડયા વગર બીજે સૂરે પહોંચવુ તેને મીંડ કહે છે. મીંડના સૂરો ખેંચાય છે. મીંડમાં એક સૂર તોડયા વગર બીજા સૂર પર જવાનુ હોવાથી તે હારમોનિયમમાં શક્ય નથી. મીડ સંગીતનું અગત્યનું અંગ છે.
પૂર્વાંગ : ઉતરાંગ : સપ્તકનાં બે ભાગ છે. પેલા ભાગ 'સા રે ગ મ' ને પૂર્વાંગ અને બીજા ભાગ 'પ ધ નિ સા' ને ઉતરાંગ કહે છે.
સંવાદ-વિસંવાદ : બે સ્વરોનાં સુમધુર મિલાપને સંવાદ કહે છે. તેનાં ત્રણ પ્રકાર છે. બહુ નજીક અને બહુ દૂર આવેલાં સ્વરો સાથે વગાડવાથી વિસંવાદ ઉત્પન્ન થાય છે.
આરોહ-અવરોહ : સ્વરોનાં ઉપર જવાના ક્રમને આરોહ અને નીચે ઉતરવાનાં ક્રમને અવરોહ કહે છે.
વર્ણ : ગાવાની પ્રત્યક્ષ ક્રિયાને વર્ણ કહે છે. તેનાં ચાર પ્રકાર છે.
અલંકાર : સ્વરોની વિશિષ્ટ પ્રકારની નિયમિત રચનાને અલંકાર કહે છે.
ખરજ-લરજ : મંદ્ સપ્તકનાં સ્વરોને ખરજ અને અનુમંદ્રનાં સ્વરોને લરજ કહે છે.
ગ્રામ : સ્વરનાં સમૂહના વિશ્રામસ્થાનને ગ્રામ કહે છે.
મૂર્ચ્છના : ગાનમાં સ્વરને કંપાવવામાં આવે તેને મૂર્ચ્છના કહે છે.
લાગ :ચાલતા ગાનમાં એકદમ સ્વર છોડીને બીજા સપ્તકનાં તે જ સ્વર ઉપર રોકાઈ પાછા સ્વર ઉપર આવે તેમાં વચ્ચે છોડી દીધેલાં સ્વરને 'લાગ' કહે છે.
ડાટ :લાગમાં ઊંચા સ્વરને પકડીને બીજા સ્વરને સ્પર્શ કરવામા આવે તેને ડાટ કહે છે.
અનોખાં બંધને બંધાઇ આ લગ્નગાંઠ, આવી આવી આ પચાસમી વર્ષગાંઠ..!!
આજે અમારાં પિતાશ્રી ચિમનલાલ જમનાદાસ ઘીયા તથા માતુશ્રી નિર્મળાબહેન ચિમનલાલ ઘીયાને એમનાં દાંપત્યજીવનની સુવર્ણજયંતી પર અંત:કરણ પૂર્વક ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને હાર્દિક અભિનંદન ..!
અમારાં પૂજ્ય દાદા સ્વ.શ્રી જમનાદાસ હરજીવનદાસ ઘીયા તથા પૂજ્ય દાદી સ્વ. જયાકુંવર જમનાદાસ ઘીયાએ એમનાં જીવન રૂપી અમૃતકુંભમાંથી, સજ્જ્નતાનાં બીજ રોપી અને સંસ્કારોનું અમી સીંચીને એમનાં સંતાનોને ઘીયા કુટુંબનાં વટવૃક્ષ બનાવ્યાં. જયેષ્ઠ પુત્ર સ્વ. શ્રી મગનભાઇ ઘીયા, દ્વિતિય પુત્ર સ્વ.શ્રી ઇન્દુભાઇ ઘીયા, તૃતિય પુત્ર શ્રી ચિમનભાઇ ઘીયા તથા ચતુર્થ પુત્ર શ્રી વિનોદભાઇ ઘીયા એ વેપાર વાણીજ્ય ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરી..તથા સૌરાષ્ટૃનાં દાનવીર ભામાશા કહેવાયા..! ચારે પુત્રો એ આધ્યાત્મિક સ્તરે પણ ઉચ્ચ જ્ઞાન પ્રાપ્ત કર્યું...એમની જીવનયાત્રાનાં અનેક તડકા-છાયાં માં સાથ અને સહકાર આપ્યો એમની જીવનસંગિનીઓ એ....! ..સાત સાત ફેરે સાત ભવના કોલ, કોઈ કાળજાનો કટકો, કોઈ કાળજાની કોર, બંધન અનોખું ...!
આમ જોઇએ તો સંતાન અને માતા-પિતાનું બંધન પણ અતૂટ જ હોય છે ને..?... અમને બધાને જન્મ આપી, દીકરાઓને કૂળદિપક બનાવી પ્રકાશ ફેલાવ્યો અને અમારાં જીવનમાં પણ એ જ સંસ્કાર નું અમૃત રેડી દીકરીઓ રૂપી વેલ ને જતન પૂર્વક ઉછેરી ને સાસરે વળાવી..!..આજ સુધી અમે દીકરીઓએ ઘીયા કુટુંબમાંથી જે મેળવ્યું છે એ અમારા જીવનની મહામુલી મુડી છે..એ છે સંસ્કાર અને માનવતા....! જે જીવનભાથું સાથે લઇ ને દીકરીઓ સાસરે ગઇ..!
પૂજ્ય મમ્મીએ હંમેશા એમનાં નામ મુજબ જ નિર્મળ સ્નેહની સરવાણી વહાવી છે તો પૂજ્ય પપ્પાએ હંમેશા વહાલનો વરસાદ વરસાવ્યો છે અમારાં પર...!!....અને એ બધાં જ લાગણીભીનાં સ્પંદનોને અમે પળ પળ મહેસુસ કરી ને માણ્યા છે..!
એમણે બતાવેલી રાહ પર ચાલવાની કોશીશ કરીએ પણ એમને આંબી નહીં શકીએ...એવાં અમારાં પૂજ્ય પપ્પા તથા પૂજ્ય મમ્મીને એમનાં સંતાનો નાં લાખ લાખ પ્રણામ ..! આજે શ્રીજી પાસે એજ પ્રાર્થના છે કે જ્યારે પણ માનવદેહ મળે આ જ માતા-પિતા મળે..અને ઘીયા કુટુંબમાં જ જન્મ મળે દીકરાંનો..!.. કારણ કે દીકરી બનીને એમનાંથી દૂર રહેવું પડ્યું...હવે દીકરો બનીને ઋણ ચુકવવું છે..!..છે ને આ અનોખું બંધન ..?..એમની મમતા અને વાત્સલ્ય નાં બંધન થી દૂર નથી થવું..!
આજે એમનાં સંતાનો તરફ થી આ ગીત એમને અર્પણ..!!
ये तो सच है के भगवान है है मगर फिर भेी अन्जान है..! धरतेी पे रुप मा बाप का उस विधाता की पहेचान है..!
जन्म दाता है जो नाम जिनसे मिला,थाम कर जिनकी ऊंगली है बचपन चला, कांधे पर बैठ के जिनके देखा जंहा,प्यार जिनसे मिला क्या बुरा क्या भला..? कितने उपकार है क्या कहे..? ये बताना ना आसान है..! धरती पे रुप मा बाप का उस विधाता की पहेचान है..!
जन्म देती है जो मां जिसे जग कहे, अपनी संतान मे प्राण जिसके रहे..! लोरीयां होठो पर सपने बुनती नझर, नींद जो वार दे हसके हर दुःख सहे..! ममताके रुपमे है प्रभु, आपसे पाया वरदान है..! धरती पे रुप मा बाप का उस विधाता की पहेचान है..!
आपके ख्वाब हम आज हो कर जवां, उस परम शक्ति से करते है प्रार्थना..! इनकी छाया रहे रहेती दुनिया तलक, एक पल रहे शके हम ना जिनके बिना..! आप दोनो सलामत रहे सब के दिल मे ये अरमान है ..!! धरती पे रुप मा बाप का उस विधाता की पहेचान है..!
ये तो सच है के भगवान है है मगर फिर भेी अन्जान है..! धरतेी पे रुप मा बाप का उस विधाता की पहेचान है..!
..આજ ની સુપ્રભાતે " શ્રીજી" અને " સૂર~સરગમ " ને એક વર્ષ પૂરું થયું ....અને આજે વિશેષ આનંદ દાયક શુભ સમાચાર એ છે કે શ્રીજી કૃપાથી અને વડીલોનાં આશીર્વાદથી નવા બ્લોગ " અનોખુંબંધન" ની શુભ શરૂઆત થઇ રહી છે...!! આ એક વરસ દરમ્યાન આ બન્ને બ્લોગ પર અસંખ્ય વાચક મિત્રોએ મુલાકાત લીધી અને અમુલ્ય પ્રતિભાવો આપ્યા..!...આશા છે "અનોખુંબંધન" ને પણ આપ સહુ એવા જ સ્નેહપૂર્વક વધાવી લેશો..!...
...........આ સમય દરમ્યાન પ્રેમાળ કુટુંબીજનો અને સ્નેહાળ મિત્રો સહેલીઓ ની શુભેચ્છાઓ તો મારી સાથે હતી જ ..પણ સાથે સાથે ઘણા બધા મિત્રોની મિત્રતા મળી - સાથ સહકાર મળ્યો.. જે પામી ને ખરેખર એમ થાય છે કે બ્લૉગજગત ની આ દુનિયા માં આટલાં સાલસ અને સ્નેહાળ મિત્રો ની મૈત્રી તો કોઇ નસીબદાર ને જ મળે..જે એક અમુલ્ય ભેટ છે મારા માટે..!! અમુક મિત્રો-સહેલીઓ કે જેમાં નાં બહુ જ અલ્પ સંખ્યા માં કહી શકાય એવા મિત્રો ની એકાદવાર રૂબરૂ મુલાકાત થઇ છે એમનાં વિષે તો જેટલું કહું એટલું ઓછુ જ છે.... શ્રી અમિતભાઇ-પિસાવડિયા, નિલેષભાઇ વ્યાસ, નીરજભાઇ શાહ, નીરજભાઇ-સોનાવાલા તથા ધ્વની જોશી.. ખરેખર એમનો સાથ સહકાર એ મારાં અહોભાગ્ય જ કહી શકાય..જ્યારે બીજી તરફ જે મિત્રો સહેલીઓ ને હું કદી મળી જ નથી છતાં પણ જેમનો સ્નેહ મળ્યો છે એમા નાં વડીલો જેમ કે પૂજ્ય રાજેન્દ્ર અંકલ (શ્રી રાજેન્દ્ર ત્રિવેદી)એ મને દીકરી તરીકે માન આપ્યું અને "શ્રીજી" તથા "સૂર~સરગમ"ને એમનાં "તુલસીદલ"માં સ્થાન આપ્યું તો ..પૂજ્ય સુરેશદાદા,પૂજય જુગલકાકા,પૂજ્ય હરીશભાઇ,પૂજ્ય નીલાદીદી ,પૂજ્ય નિલમદીદી, શ્રી મૃગેશભાઇ,શ્રી જયભાઇ ભટ્ટ જેવાં દરેક વડીલો તથા મિત્રો-સહેલીઓ પાસે થી હંમેશા સ્નેહ સહિત પ્રેરણા મળતી રહી...!
............સ્નેહી મિત્રો શ્રી વિશ્વદીપભાઇ, અમિતભાઇ, ગુણવંતભાઇ, વિવેક્ભાઇ, ધવલભાઇ, વિશાલભાઇ, બિમલભાઇ, વિકાસભાઇ, કેતનભાઇ, હિરેનભાઇ, રાજીવભાઇ, અશોકભાઇ, અશીતભાઇ, શૈલ્યભાઇ, કુણાલભાઇ, પ્રતિકભાઇ, કાંક્ષિતભાઇ, કુમારભાઇ, રાજેશભાઇ, મંથનભાઇ, શિવાંશભાઇ, દિપકભાઇ, પંકજભાઇ, કપિલભાઇ, પંચમભાઇ, મહેશભાઇ, વિરેન્દ્રભાઇ, દિગિશાબહેન, ઉર્મીસાગર, દેવિકાબહેન, પ્રવીણાબહેન, પિંકીબહેન, ધારીણીબહેન, નીતાબહેન, પ્રીતીબહેન, જયશ્રી, દિપ્તી(શમા), ઉન્નતી.... ઇત્યાદિ બધાં જ મિત્રો-સહેલીઓ પાસે થી હંમેશા પ્રોત્સાહન અને સહકાર મળ્યાં છે ...કોઇએ દીકરી, તો કોઇએ નાનીબહેન બનાવી..તો વળી કોઇએ દીદી કહી...!! કેવા કેવા ઋણાનુબંધ બંધાઇ ગયા બધા જોડે..!!...ક્યારેક આ બધા સંબંધો વિષે વિચાર આવે છે તો થાય છે કે કેવા નિરપેક્ષ છે આ બધા બંધનો...!!....કદાચ આને જ તો કહેવાય અનોખુંબંધન...!!!...
......અહીં બધા જ મિત્રોની નામાવલી મુક્વા માટે આ જગ્યા ખૂબ જ નાની પડે .એથી તમામ મિત્રો નો હું ખરા અંત:કરણ પુર્વક આભાર માનું છું..જેમણે કાયમ શ્રીજી અને સૂર~સરગમ પર પરોક્ષ રીતે સહકાર આપ્યો છે..!.. અને આગળ પણ આવો જ સ્નેહ ભર્યો સાથ મળતો રહે ..એવી અભ્યર્થના...!!
આજ નાં આ શુભ દિને પ્રસ્તુત છે મારી પ્રિય પ્રાર્થનાઓ...!
આજે શ્રીજી અને સૂર~સરગમ ની પ્રથમ વર્ષગાંઠ પર સ્નેહીમિત્ર શ્રી નિરજભાઇ શાહે (રણકાર) એક ગીત ની ભેંટ મોકલી છે... આ ઉપહાર માટે એમનો અંત:કરણ પુર્વક ખુબ ખુબ આભાર..!
મિત્રો, હવેથી આ બ્લોગ પરની દરેક પોસ્ટ આપ સમન્વયપર વાંચી શકશો. આ સાઇટનું url છે, http://www.samnvay.net . જેને આપ બુકમાર્ક કરી લેશો. આપના સ્નેહ અને સહકાર બદલ આભાર ...!