..~.. સા ~ રે ~ ગા ~ મા ~ પ ~ ધ ~ ની ~ સા ..~.. ગીત-સંગીત ને સૂર નો સમન્વય !... * સૂર~સરગમ *

Tuesday, November 27, 2007

..*.. sangeet ..*.. (3)

ગતાંક થી ચાલુ :- સંગીત વિષયક માહિતી....." સૌરાષ્ટ્રનો સાંસ્કૃત્તિક વૈભવ " માં થી સાભાર .. From Mr. Kapil Dave.

સૂરાવટ : એ સૂર ઉપરથી બીજા સૂર ઉપર એકદમ સીધા જઈ અટકી ન જતાં રાગને અનુકૂળ બીજા સૂરો ઉપર ફરીને જવૂં તેને સૂરાવટ કહે છે. ઉદાહરણ તરીકે વૈષ્ણવજન ' સા ગ, ગ, ગ, ગ, ગ,' ને સાદા સીધા ગાનમાં ' સા, રે, પ, મ, ગ, ગ,' સૂરો લગાડતાં સૂરાવટથી ગાયુ કહેવાય છે.

સ્વરનિયોજન : અમુક પ્રકારે અને અમુક અંતરે સૂરોની ગોઠવણીથી ધારી અસર ઉત્પન્ન કરવામા આવે છે. તેને સ્વરનિયોજન કહે છે.

મીંડ : એક સૂરને તાણીને તોડયા વગર બીજે સૂરે પહોંચવુ તેને મીંડ કહે છે. મીંડના સૂરો ખેંચાય છે. મીંડમાં એક સૂર તોડયા વગર બીજા સૂર પર જવાનુ હોવાથી તે હારમોનિયમમાં શક્ય નથી. મીડ સંગીતનું અગત્યનું અંગ છે.

પૂર્વાંગ : ઉતરાંગ : સપ્તકનાં બે ભાગ છે. પેલા ભાગ 'સા રે ગ મ' ને પૂર્વાંગ અને બીજા ભાગ 'પ ધ નિ સા' ને ઉતરાંગ કહે છે.

સંવાદ-વિસંવાદ : બે સ્વરોનાં સુમધુર મિલાપને સંવાદ કહે છે. તેનાં ત્રણ પ્રકાર છે. બહુ નજીક અને બહુ દૂર આવેલાં સ્વરો સાથે વગાડવાથી વિસંવાદ ઉત્પન્ન થાય છે.

આરોહ-અવરોહ : સ્વરોનાં ઉપર જવાના ક્રમને આરોહ અને નીચે ઉતરવાનાં ક્રમને અવરોહ કહે છે.

વર્ણ : ગાવાની પ્રત્યક્ષ ક્રિયાને વર્ણ કહે છે. તેનાં ચાર પ્રકાર છે.

અલંકાર : સ્વરોની વિશિષ્ટ પ્રકારની નિયમિત રચનાને અલંકાર કહે છે.

ખરજ-લરજ : મંદ્ સપ્તકનાં સ્વરોને ખરજ અને અનુમંદ્રનાં સ્વરોને લરજ કહે છે.

ગ્રામ : સ્વરનાં સમૂહના વિશ્રામસ્થાનને ગ્રામ કહે છે.

મૂર્ચ્છના : ગાનમાં સ્વરને કંપાવવામાં આવે તેને મૂર્ચ્છના કહે છે.

લાગ : ચાલતા ગાનમાં એકદમ સ્વર છોડીને બીજા સપ્તકનાં તે જ સ્વર ઉપર રોકાઈ પાછા સ્વર ઉપર આવે તેમાં વચ્ચે છોડી દીધેલાં સ્વરને 'લાગ' કહે છે.

ડાટ : લાગમાં ઊંચા સ્વરને પકડીને બીજા સ્વરને સ્પર્શ કરવામા આવે તેને ડાટ કહે છે.

ક્રમશ:

1 comment:

વિવેક said...

ખૂબ સુંદર અને ઉપયોગી માહિતી...

* Note *

મિત્રો, હવેથી આ બ્લોગ પરની દરેક પોસ્ટ આપ સમન્વય પર વાંચી શકશો. આ સાઇટનું url છે, http://www.samnvay.net . જેને આપ બુકમાર્ક કરી લેશો. આપના સ્નેહ અને સહકાર બદલ આભાર ...!