...આ રાખી~સરગમ મારાં ભાઈઓ ને અર્પણ ..!
પવિત્ર દિન રક્ષાબંધન નો,અતિ ઉમંગ નો આજ..
વિવિધ રંગી સુંદર રાખડી પ્રેમે બાંધુ મારાં વીરા ને આજ !
મારાં હ્રદય ની આશ હું લાવી બની બાવરી બહેન..
મારાં વીરાં હું કંઇ નાં માંગુ, માંગુ હું તારો સાચો સ્નેહ !
પાસ હો કે દુર દેશે,મારા હ્રદય માં પળ પળ વાર..
યાદ નિત્ય નિરંતર નયનો માં મન થી કરું હું અનેક વિચાર !
મુખ નિરખવા મનડું તલસે, કરું શું? સુઝે ના કોઇ ઉપાય..
મુજને તો કોઇ માર્ગ ના સુઝે કેમ કરી મીઠી નજર પામું?
અનંત અંતર આડું આવે,પહોંચાશે..? ત્યાં નવ પહોંચાય !
વિતેલાં મીઠાં દિવસો નાં સ્મરણો કરી યાદ આંખે અશ્રુ ભરું..
કદી ના ભુલજે તારી બહેની, સ્મરજે તું શુભ દિને આજ !
સુખે દુઃખે સદા રક્ષજે મારે તારી એક જ આશ ...
વાંછી દીર્ઘાયુષ્ય આષિશ અંતર નાં અર્પુ મંગલ દિને..
મારાં વીર તું યુગ યુગ જીવે, ન માંગુ અન્ય આજ ઇશ્વર પાસ !!
...હ્રદયનાં ઉંડાણ માં થી કુદરતી પ્રગટ થયેલી કોઇ પણ લાગણી હંમેશા પવિત્ર જ હોય છે..!..પ્રેમ ની કોઇ વ્યાખ્યા નથી. ચાહે લોહી નો સંબંધ હોય કે ધર્મ નાં ભાઈબહેન ..! બન્ને સંબંધ માં રહેલી લાગણી નું સ્તર તો સમાન જ હોય છે..! હ્રદય નો શુદ્ધ ભાવ હોય છે..! નિઃસ્વાર્થ-નિર્લેપ લાગણી ભરી નિખાલસતા હોય છે આ બન્ને પ્રકાર નાં સંબંધો માં..! સુમન માં જેવું સ્થાન સૌરભ નું છે..સરિતા માં જેવું સ્થાન મીઠાં ઝરણાં નું છે..વિદ્યા માં જેવું સ્થાન વિનય નું છે..રાગ માં જેવું સ્થાન મીઠાં શબ્દો નું છે,એવું જ સ્થાન ભાઇ નુ બહેન ના દિલ માં અને બહેન નું ભાઇ નાં દિલ માં હોય છે..! આજ નાં પવિત્ર દિવસે ભાઇ બહેન એક બીજા થી દૂર હોવા છતાં પણ એક બીજા ની યાદ નાં સૂર માં સાન્નિંધ્ય અનુભવે છે..! મોં ભરી ને શબ્દો કે મુઠ્ઠી ભરી રત્નો .. એ હૈયું ભરી મોક્લેલી લાગણી ને ક્યાં પહોંચી શકવાનાં હતાં? બન્ને એકબીજાં ને માટે એ જ શુભેચ્છા કરે છે કે જીવન માં સુખ નું સંગીત રેલાતું રહે..! ખરેખર ભાઇ બહેન નો પ્રેમ અમર છે..!