..~.. સા ~ રે ~ ગા ~ મા ~ પ ~ ધ ~ ની ~ સા ..~.. ગીત-સંગીત ને સૂર નો સમન્વય !... * સૂર~સરગમ *

Saturday, February 09, 2008

..*.. સંગીત ..*.. (4)

..ગતાંક થી ચાલુ :- સંગીત વિષયક માહિતી....." સૌરાષ્ટ્રનો સાંસ્કૃત્તિક વૈભવ " માં થી સાભાર .. From Mr. Kapil Dave.


કાકુસ્વર : એક સ્વર ઉપરથી બીજા સ્વર ઉપર જતાં વચલાં સૂરને થતો સ્પર્શને કાકુસ્વર કહે છે. લોકસંગીત કાકુસ્વરોથી સભર છે. સ્વ. પં. ઓમકારનાથજી ઠાકુરે ‘રાગ અને રસ’ પુસ્તિકામાં કાકુની વિસ્તૃત સમજુતી આપતાં લખે છે કે “સ્વરનો ત્રીજો ગુણ કાકુ. સંગીતની ભાષામાં કાકુ શબ્દનો અર્થ સમજાવવા માટે સ્વરભેદ શબ્દની યોજના સમુચિત્ત લાગે છે. ગાતા, બોલતાં કે નાટ્યમાં અભિનય કરતાં અવાજમાં, અવાજની જાતમાં જે જુદાં જુદાં ફેરફારો કરવામાં આવે છે, તેને સંગીતની ભાષામાં કાકુ કહેવામાં આવે છે. સુખદુઃખાદિ સંવેદન પ્રસંગે કંઠમાં એ જાતનાં પરિવર્તનો કરવાની આવશ્યકતા રહે છે. કરુણાભર્યો પ્રસંગ હોય, એ પ્રસંગે ક્યાંય કહેતાં હોઈએ, નાટ્યમાં અભિનય પ્રસંગે ઉતરતા હોઈએ અથવા ગીતાલાપમાં વિલાપતાં હોઈએ, તેવાં પ્રસંગે કંઠ ગદગદિત થવો જ જોઈએ.તેવી જ રીતે ગુંગળાયેલા, અકળાયેલાં, ક્રોધે ભરાયેલ, શાન્ત ચિન્તિત, નૈરાશ્ય, નિર્વેદ, ખેદ, પ્રસ્વેદ વગેરે જે જે અવસ્થાઓ દર્શાવવી હોય તે તે અવસ્થાઓ માટે કંઠમાં તેવી ક્રિયાઓ કર્યા વગર-સ્વરભેદ દર્શાવ્યાં વગર રસોત્ત્પત્તિ સંભવી જ શકે નહિ. એ બધાં સ્વરભેદની અવસ્થાને શાસ્ત્રીય ભાષામાં મૂકવાને અર્થે એને “કાકુ” સંજ્ઞાથી ઓળખવામાં આવે છે.”

રાગ : જન મન રંજન કરવાવાળી, આરોહ-અવરોહ તથા વાદી-સંવાદીયુક્ત શ્રવણ મધુર અને શાસ્ત્રોનુંસાર સ્વરરચનાને રાગ કહે છે. ‘રંજયતિ ઈતિ રાગ’ અર્થાત્ રાગ રંજક હોવો જોઈએ.
રાગના અંગો : આરોહ, અવરોહ, પકકડ, સમય, વાદી, સંવાદી ઈત્યાદી રાગનાં નિયમબધ્ધ મુખ્ય અંગો છે

જાતિ : રાગનાં આરોહ-અવરોહમાં આવતા સ્વરોની સંખ્યા ઉપરથી રાગની જાતિ નકકી કરવામાં આવે છે. આવી મુખ્ય જાતિ ત્રણ છે સંપૂર્ણ, ષાડવ, ઔડવ.

વાદી : રાગનો મુખ્ય સ્વર. રાગનું સ્વરૂપ જે સ્વર વિના સ્પષ્ટ ન થઈ શકે તે વાદી.

સંવાદી : જે સ્વર વાદી સ્વરથી બીજે ક્રમે રાગનું પૂર્ણ સ્વરૂપ બતાવે છે તે સંવાદી.

અનુવાદી : રાગમાં આવતાં વાદી અને સંવાદી સિવાયનાં અન્ય સ્વરોને અનુવાદી કહે છે.

વજર્ય : રાગમાં ન આવતાં સ્વરને વજર્યસ્વર કહે છે.

વિવાદીસ્વર : જે સ્વરનો પ્રયોગ રાગમાં કરવામાં ન આવતો હોવાછતાં કુશળ ગાયક રાગની સુંદરતા વધારવા માટે કયારેક કયારેક આ વિવાદી સ્વરનો ઉપયોગ કરતાં હોય છે.

પકકડ : ઓછામાં ઓછા સ્વરો દ્વારા રાગનું સ્વરૂ બતાવતા સ્વરસમૂહને પકકડ અથવા રાગનું મુખ્ય અંગ કહે છે

થાટ : સપ્ત સ્વરોનામ સમૂહ કે જેનાથી રાગ ઉત્પન્ન થઈ શકે તેને મેળ અથવા થાટ કહે છે. થાટ વિશિષ્ટાથી અંકિત છે.

સરગમ : રાગના નિયમને આધીન રહીને રાગમાં આવતાં સ્વરોની તાલબધ્ધ સ્વરરચનાને સરગમ અથવા સ્વરમાલિકા કહે છે.

લક્ષણગીત : રાગની બધી માહિતી અપાતી અને તે જ રાગમાં તાલબધ્ધ ગવાતી શબ્દરચનાને લક્ષણગીત કહે છે

બોલતાન : સંગીતમાં આલાપ કરતી વખતે ગીત કે શબ્દોને નવી સ્વરાવલીમાં ગાનની ક્રિયાને બોલતાન કહે છે.

તાનપલટા : સા, રે, ગ, મ, ના રાગાનુકુળ નાનાં મોટાં ટુકડાઓ કરી તેના ક્રમવાર આરોહ તે તાન અને ક્રમવાર અવરોહ તે પલટો. સારીગ, રીગમ, ચઢતાં ધનીસા સુધી જઈએ તે તાન અને સાનીધ થી ગરીસા સુધી ઉતરીએ તે પલટો.

ગમક : બબ્બે સ્વરની ગાંઠને કંપિત કરી ત્વરિત ગતિથી લેવામાં આવે તેને ગમક કહે છે. જે તાનનો એક સ્વતંત્ર પ્રકાર છે.

તરજ : રાગને તાલને અનુસરી બધાં રાગનું મિશ્રણને તરજ કહે છે.

No comments:

* Note *

મિત્રો, હવેથી આ બ્લોગ પરની દરેક પોસ્ટ આપ સમન્વય પર વાંચી શકશો. આ સાઇટનું url છે, http://www.samnvay.net . જેને આપ બુકમાર્ક કરી લેશો. આપના સ્નેહ અને સહકાર બદલ આભાર ...!