..~.. સા ~ રે ~ ગા ~ મા ~ પ ~ ધ ~ ની ~ સા ..~.. ગીત-સંગીત ને સૂર નો સમન્વય !... * સૂર~સરગમ *

Tuesday, February 19, 2008

..*.. Amrut Bharelu ..*..

" ધબકાર બેઠક " વખતે ધારીણી બહેન તથા ખુશ્બુ દ્વારા પ્રસ્તુત આ " આંધળી મા નો કાગળ " અને " જેર નો કટોરો " ..એ ખરેખર અશાજી અને નિશાજીનાં સ્વર ની યાદ અપાવી દીધી હતી..


" મા-બાપ " ફિલ્મનાં આ ગીતનાં રચયિતા છે શ્રીઇન્દુલાલ ગાંધી...અને હૃદય ને હચમચાવી નાખનાર આ શબ્દોમાં કરૂણતા ભરી છે આશાજીએ એમનાં દર્દભર્યાં સ્વરથી..!.. જે સાંભળી ને ભાગ્યે જ કોઇ એવું હશે કે એમની પલકોમાંથી અશ્રુ ના વહ્યાં હોય..!!!!!!


અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્
પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવતી ખત,
ગગો એનો મુંબઇ ગામે; ગીગુભાઇ નાગજી નામે.

લખ્ય કે માડી ! પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઇ
કાગળની એક ચબરખી પણ, તને મળી નહીં ભાઇ !
સમાચાર સાંભળી તારા; રોવું મારે કેટલા દા’ડા ?

ભાણાનો ભાણિયો લખે છે કે, ગગુ રોજ મને ભેળો થાય
દન આખો જાય દા’ડિયું ખેંચવા રાતે હોટલમાં ખાય,
નિત નવાં લૂગડાં પે’રે; પાણી જેમ પઇસા વેરે.

હોટલનું ઝાઝું ખાઇશ મા, રાખજે ખરચીખૂટનું માપ
દવાદારૂના દોકડા આપણે કાઢશું ક્યાંથી બાપ !
કાયા તારી રાખજે રૂડી; ગરીબની ઇ જ છે મૂડી.

ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ
જારનો રોટલો જડે નહિ તે દી પીઉં છું એકલી છાશ,
તારે પકવાનનું ભાણું; મારે નિત જારનું ખાણું.

દેખતી તે દી દળણાં, પાણી કરતી ઠામેઠામ
આંખ વિનાનાં આંધળાંને હવે કોઇ ન આપે કામ,
તારે ગામ વીજળીદીવા; મારે આંહીં અંધારાં પીવાં.

લિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર
એકે રહ્યું નથી અંગનું ઢાંકણ, ખૂટી છે કોઠીએ જાર.
હવે નથી જીવવા આરો; આવ્યો ભીખ માગવા વારો.


આ ગીત મોકલવા બદલ મિત્ર શ્રીનીરજભાઇ નો ખૂબ આભાર ...

5 comments:

Ketan Shah said...

દવાદારૂના દોકડા આપણે કાઢશું ક્યાંથી બાપ !
કાયા તારી રાખજે રૂડી; ગરીબની ઇ જ છે મૂડી.

Ekdm karunta thi bharelu geet.

Dhwani Joshi said...

ખુબ જ સરસ ગીત છે..ભાવુક થઈ જવાય સાવ અનાયાસે જ ... ખુબ સરસ.. અભિનંદન...

ઊર્મિ said...

અન્ય બ્લોગ્સ પર ઘણીવાર વાંચ્યું હતું પણ જાણીતા રાગમાં સાંભળવું ખૂબ ગમ્યું... આભાર ચેતના!

aamarkolkata said...

BAHU SARAS PRAYAS CHHE.PARDESH MA BHASHA NU JATAN KARYU CHHE TE MATE ABHINANDAN.
MUKESH Thakkar

Anonymous said...

Very interesting song. I just love it.
www.pravinash.wordpress.com

* Note *

મિત્રો, હવેથી આ બ્લોગ પરની દરેક પોસ્ટ આપ સમન્વય પર વાંચી શકશો. આ સાઇટનું url છે, http://www.samnvay.net . જેને આપ બુકમાર્ક કરી લેશો. આપના સ્નેહ અને સહકાર બદલ આભાર ...!