..~.. સા ~ રે ~ ગા ~ મા ~ પ ~ ધ ~ ની ~ સા ..~.. ગીત-સંગીત ને સૂર નો સમન્વય !... * સૂર~સરગમ *

Sunday, February 17, 2008

..*.. Me to zer no katoro ..*..


મારું અતિપ્રિય ગીત કે જેનાં શબ્દો લખ્યાં છે શ્રીભાગ્યેશ જહાંએ, સંગીત આપ્યું છે શ્રી સોલીકાપડીયાએ તથા સુમધુર સ્વર છે, વડોદરાનું ગૌરવ એવા નિશા ઉપાધ્યાયનો.. ગીતની ભાવાભિવ્યક્તિ એક્દમ સુંદર છે..!




મેં તો જેર નો કટોરો સહેજ પીધો, ને અંગ અંગ મીરાં ફૂટી,

મેં તો હાથ મહીં હાથ સહેજ લીધો, ને ચાર પાંચ રેખા ટુટી..!

મીરાંની આંખમાંથી નીતરે છે રોજ બની વહેલી સવાર એક ઝરણું,

મીરાંનાં તંબુરથી ટુટેલાં તાર મારાં આંગણાનું બોલકણું તરણું,

રાણાને સંદેશો મોકલવા કલમ લઇ બેઠી ત્યાં શાહી સહેજ ખુટી...!

રાધા બનીને સહેજ કહુંછું હું કાન, ત્યાં તો પારધીએ તીર એક તાંકયું,

શબરીનાં બોરમાંથી કાંટાને કાઢ્તા જીવનનું ઝાડ ખૂબ થાક્યું,

ગિરિધર નાગર ને રીઝ્વવા નાચું ત્યાં ઘુંઘરુની ગાંઠ એક છુટી...!

મેં તો જેર નો કટોરો સહેજ પીધો, ને અંગ અંગ મીરાં ફૂટી,

મેં તો હાથ મહીં હાથ સહેજ લીધો, ને ચાર પાંચ રેખા ટુટી..!

6 comments:

Life said...

chetana ben wonderful song...heart strings moving song...

Ketan Shah said...

ખુબ ખુબ ખુબ ખુબ.....આભારરરરર તમારો

બહુ જ મજા આવી ગઈ

ભાગ્યેશજીની બધી જ રચના ઓ મને ખુબ જ ગમે.
ભાગ્યેશજી પણ વડોદરા નુ ગૌરવ છે. તેઓ ધણા સમય સુધી વડોદરાના કલેક્ટર પદે રહ્ય છે.
આજે પણ તેઓ વડોદરાના કોઈ પણ સુગમ સંગીત ના કાર્યક્ર્મમા અચુક હાજરી આપે છે.

નીશાજીના સ્વર ન તો વાત જ કં ઈ ઓર છે, વડોદરા આજે પણ તેમને નવરાત્રીમા મીસ કરે છે.

ગીત માણવાની ખુબ જ મજા આવી ગઈ

નીરજ શાહ said...

ખૂબ સરસ ગીત. નીશા ઉપાધ્યાયનો અવાજ વધુ સુંદર બનાવે છે.

Anonymous said...

ખૂબ જ સુંદર ગીત.

Anonymous said...

my soooooooo favourite song
ane khushbuna avajma
aur superb........!!!

...* Chetu *... said...

સાવ સાચી વાત... ખુશ્બુએ તો આ ગીતમાં ચાર ચાંદ લગાવી દીધા હતાં ..!

* Note *

મિત્રો, હવેથી આ બ્લોગ પરની દરેક પોસ્ટ આપ સમન્વય પર વાંચી શકશો. આ સાઇટનું url છે, http://www.samnvay.net . જેને આપ બુકમાર્ક કરી લેશો. આપના સ્નેહ અને સહકાર બદલ આભાર ...!