..~.. સા ~ રે ~ ગા ~ મા ~ પ ~ ધ ~ ની ~ સા ..~.. ગીત-સંગીત ને સૂર નો સમન્વય !... * સૂર~સરગમ *

Wednesday, March 12, 2008

..*.. Vaasanti sargam ..*..

..મિત્રો, વસંતઋતુએ તો પગરણ માંડી જ દીધા છે.. એના આગમન સાથે જ હૈયામાં પણ વાસંતી વાયરાઓ વાય છે અને ત્યારે જે સ્પંદનોની લહેરો ઉમટે છે એવી જ કોઇ અનુભૂતી દર્શાવતાં ક્લાસિકલ ગીતો માણીએ...
* સુનો સજના પપીહે ને *
ફિલ્મ ' આયેદિન બહાર કે 'નું આ મધુરું ગીત લતાજીના કોકિલ કંઠે ગવાયેલું છે અને રચયિતા છે શ્રી આનંદ બક્ષી..અને પંખી નો ટહુકા સાથે જલતરંગ, સરોદ, સારંગી, સિતાર, તબલાં, બંસરી નો સમન્વય એક્દમ સુંદર અને કર્ણપ્રિય બન્યો છે...!!


* ઓ સજના બરખા બહાર આઇ *આ ગીતમાં શબ્દો દ્વારા વસંતઋતુ અને વર્ષાઋતુ સમયે થતી અનુભૂતિ દર્શાવી છે....!

રાગ ' ખમ્મજ ' પર અધારીત આ ગીત 1960માં પ્રદર્શિત થયેલી ફિલ્મ ' પરખ ' નું છે, જેને સુમધુર સ્વર મળ્યો છે લતાજીનો અને સંગીતબદ્ધ કર્યું છે શ્રી સલીલચૌધરીએ...

* બહારો મેરા જીવન ભી *રાગ ' પહાડી' પર અધારીત અને 1966 માં પ્રદર્શિત થયેલી ફિલ્મ ' આખરીખત ' નું આ ગીત લતાજીનાં સૂરીલા કંઠે પ્રસ્તુત થયેલું છે તથા સંગીત છે શ્રી ખૈયામસાહેબનું...!!

8 comments:

Chirag said...

You provide excellent collection.

Usually, I do not listen to old songs. Even though, they are great, I prefer to listen to recent songs generally b'coz of their use of advance technology in sound reproduction.

Keep it up.

nilam doshi said...

chetu ,congrats..yr work is always just superb.

keep it up.

we can see yr dedication..and thats great thing.

nilam doshi

http://paramujas.wordpress.com

Ketan Shah said...

બહારો મેરા જીવન ભી..

nice song

Ketan Shah said...

Vasant na pictures superb che.

શિવશિવા said...

આ રાગનું નામ 'ખમાજ ' છે. ખમ્મજ નથી. આ રાગ ખમ્મજ થાટમાંથી ઉત્પન્ન થયો છે અને રાત્રીના બીજા પ્રહરમાં ગવાતો રાગ છે.

નાનપણથી અમુક ગીતેઓ એટલાં કંઠસ્ત થઈ ગયાં હોય છે કે ગમે ત્યારે ગાઓ ત્યારે એ ભૂલાતાં જ નથી. મારે માટે 'ઓ સજના'એ એમાનું ગીત છે. ખૂબ ગમતું ગીત છે.

Neela said...

આ લોંગ પ્લેની કેસેટ લાગે છે. અમુક અંતરા સાંભળ્યા નથી. આજે સાંભળવા મળ્યા.
ચેતના
તારો ખુબ આભાર સારુ કલેક્શન છે.

Pinki said...

ચેતનાબેન,
ખૂબ સુંદર.... !!
વસંત મ્હોરી ગઇ ...!!

juli said...

really very nice

* Note *

મિત્રો, હવેથી આ બ્લોગ પરની દરેક પોસ્ટ આપ સમન્વય પર વાંચી શકશો. આ સાઇટનું url છે, http://www.samnvay.net . જેને આપ બુકમાર્ક કરી લેશો. આપના સ્નેહ અને સહકાર બદલ આભાર ...!