..~.. સા ~ રે ~ ગા ~ મા ~ પ ~ ધ ~ ની ~ સા ..~.. ગીત-સંગીત ને સૂર નો સમન્વય !... * સૂર~સરગમ *

Friday, February 29, 2008

..*.. Tu kitani Achchhi hai ..*..




...માં...! કેટલું મમત્વ ભર્યું છે આ એક શબ્દમાં..!.. દુનિયાની કઇ એવી વ્યક્તિ હશે કે જેણે ક્યારેય આ મમતાની અનુભૂતિ ને યાદ નહી કરી હોય ..?.. જીવનનાં કોઇ પણ તબક્કે પહોંચો, " માં" ની મમતા તો હંમેશ આપણી સાથે જ હોય છે...
આપણા સુખ ખાતર એ ક્યારેય પોતાના દુ:ખ વિષે વિચારતી નથી..
આવી હોય છે ' માં ' ...!
જેના વિષે વિસ્તૃત વર્ણન કરવામાં કદાચ જન્મારો નિકળી જાય તો પણ ઓછા પડે શબ્દો..!
આજે મારાં પૂજ્ય મમ્મીનાં જન્મદિન પર અમે પ્રભુ પાસે એ જ માંગીએ છીએ કે અમને હર જનમમાં એમની મમતા મળે ...
આજે બેવડી ખુશીનો દિવસ છે કે મમ્મીનાં જન્મદિને જ શ્રીજી, સૂર~સરગમ તથા અનોખુંબંધન નો સમન્વય થઇ રહ્યો છે... !
અમે જે રીતે એમની મમતાની અનુભૂતિ કરી છે એ આ ગીતમાં વર્ણવ્યું છે...
મમ્મી, આપની સુખાકારી ઇચ્છતાં આપનાં સંતાનો તરફથી આ ગીત આપને અર્પણ...!!

Tuesday, February 19, 2008

..*.. Amrut Bharelu ..*..

" ધબકાર બેઠક " વખતે ધારીણી બહેન તથા ખુશ્બુ દ્વારા પ્રસ્તુત આ " આંધળી મા નો કાગળ " અને " જેર નો કટોરો " ..એ ખરેખર અશાજી અને નિશાજીનાં સ્વર ની યાદ અપાવી દીધી હતી..






" મા-બાપ " ફિલ્મનાં આ ગીતનાં રચયિતા છે શ્રીઇન્દુલાલ ગાંધી...અને હૃદય ને હચમચાવી નાખનાર આ શબ્દોમાં કરૂણતા ભરી છે આશાજીએ એમનાં દર્દભર્યાં સ્વરથી..!.. જે સાંભળી ને ભાગ્યે જ કોઇ એવું હશે કે એમની પલકોમાંથી અશ્રુ ના વહ્યાં હોય..!!!!!!


અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્
પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવતી ખત,
ગગો એનો મુંબઇ ગામે; ગીગુભાઇ નાગજી નામે.

લખ્ય કે માડી ! પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઇ
કાગળની એક ચબરખી પણ, તને મળી નહીં ભાઇ !
સમાચાર સાંભળી તારા; રોવું મારે કેટલા દા’ડા ?

ભાણાનો ભાણિયો લખે છે કે, ગગુ રોજ મને ભેળો થાય
દન આખો જાય દા’ડિયું ખેંચવા રાતે હોટલમાં ખાય,
નિત નવાં લૂગડાં પે’રે; પાણી જેમ પઇસા વેરે.

હોટલનું ઝાઝું ખાઇશ મા, રાખજે ખરચીખૂટનું માપ
દવાદારૂના દોકડા આપણે કાઢશું ક્યાંથી બાપ !
કાયા તારી રાખજે રૂડી; ગરીબની ઇ જ છે મૂડી.

ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ
જારનો રોટલો જડે નહિ તે દી પીઉં છું એકલી છાશ,
તારે પકવાનનું ભાણું; મારે નિત જારનું ખાણું.

દેખતી તે દી દળણાં, પાણી કરતી ઠામેઠામ
આંખ વિનાનાં આંધળાંને હવે કોઇ ન આપે કામ,
તારે ગામ વીજળીદીવા; મારે આંહીં અંધારાં પીવાં.

લિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર
એકે રહ્યું નથી અંગનું ઢાંકણ, ખૂટી છે કોઠીએ જાર.
હવે નથી જીવવા આરો; આવ્યો ભીખ માગવા વારો.


આ ગીત મોકલવા બદલ મિત્ર શ્રીનીરજભાઇ નો ખૂબ આભાર ...

Sunday, February 17, 2008

..*.. Me to zer no katoro ..*..


મારું અતિપ્રિય ગીત કે જેનાં શબ્દો લખ્યાં છે શ્રીભાગ્યેશ જહાંએ, સંગીત આપ્યું છે શ્રી સોલીકાપડીયાએ તથા સુમધુર સ્વર છે, વડોદરાનું ગૌરવ એવા નિશા ઉપાધ્યાયનો.. ગીતની ભાવાભિવ્યક્તિ એક્દમ સુંદર છે..!




મેં તો જેર નો કટોરો સહેજ પીધો, ને અંગ અંગ મીરાં ફૂટી,

મેં તો હાથ મહીં હાથ સહેજ લીધો, ને ચાર પાંચ રેખા ટુટી..!

મીરાંની આંખમાંથી નીતરે છે રોજ બની વહેલી સવાર એક ઝરણું,

મીરાંનાં તંબુરથી ટુટેલાં તાર મારાં આંગણાનું બોલકણું તરણું,

રાણાને સંદેશો મોકલવા કલમ લઇ બેઠી ત્યાં શાહી સહેજ ખુટી...!

રાધા બનીને સહેજ કહુંછું હું કાન, ત્યાં તો પારધીએ તીર એક તાંકયું,

શબરીનાં બોરમાંથી કાંટાને કાઢ્તા જીવનનું ઝાડ ખૂબ થાક્યું,

ગિરિધર નાગર ને રીઝ્વવા નાચું ત્યાં ઘુંઘરુની ગાંઠ એક છુટી...!

મેં તો જેર નો કટોરો સહેજ પીધો, ને અંગ અંગ મીરાં ફૂટી,

મેં તો હાથ મહીં હાથ સહેજ લીધો, ને ચાર પાંચ રેખા ટુટી..!

Monday, February 11, 2008

..*.. Chori Chori Chupke .. *..

..મિત્રો, ..આપણે હવે થોડાં દિવસ અમુક શાસ્ત્રીય સંગીત તથા રાગ પર આધારીત કેટલાંક ગીતો ને માણીએ..!.. જેમાં બંસરી-સિતાર-તબલાં-વીણા ઇત્યાદી વાજીંત્રો નો ઉપયોગ શુદ્ધ ભારતીય સંગીત રૂપે થયેલો છે.






લતાજી... ..! જેમનું ઉપનામ કોયલ - કોકીલકંઠી - વિગેરે છે ...આપણે એમનાં હર એક ગીતમાં એ સુમધુર સ્વર ને માણીએ છીએ...! કોઇ પણ પ્રકારનાં સંગીતમાં એમનો સૂર ઢળે એટલે એ સંગીતની મધુરતા ઓર વધી જાય છે...!.. આ ગીત સાંભળ્યાં પછી પણ સિતાર-વીણા ની સરગમ બસ આપણાં કાનમાં ગુંજ્યા જ કરે છે...!!..

..*.. Neend Churaye ..*..



***
...બંસરીની ધૂન કોને મુગ્ધ ના કરે..??...અને એ ધૂનની તાનમાં ભુલાઇ જાય સાન ભાન..! આવી મીઠી-મધુરી બંસરીની ધૂન વાળુ ગીત લતાજી એ મીઠી-ફરિયાદના સુંદર લહેકાથી પ્રસ્તુત કર્યું છે..!!

..*.. Jaise Radha ne ..*..






કોઇ યુવતીને મનનો માણીગર મળે અને જીવનભરનો સાથ મળી જાય ત્યારે થતી ખુશી ને વાચા મળી છે આ ગીત દ્વારા..!... શહેનાઇ, જલતરંગ અને બંસરી મિશ્રિત સંગીત ને સૂરનો સંગાથ મળ્યો છે લતાજીનાં મધુર કંઠનો..!

Sunday, February 10, 2008

..*.. Jiya lage na ..*..





... માલાગુંજી રાગ પર આધારીત આ ગીત છે ફિલ્મ આનંદનું ...સિતાર-બંસરી-વીણા-તબલાં મિશ્રિત સંગીત સાથે સૂર પૂર્યો છે લતાજીએ... આ પંક્તિ... જીના ભૂલે થે કહાં યાદ નહી, તુજ્કો પાયા હૈ જંહા સાંસ ફીર આઇ વંહી...ખૂબ સરસ છે....!

..*.. Baiya na dharo ..*..





..રાગ ચારૂકેશી પર આધારીત ' દસ્તક ' ફિલ્મનાં આ ગીત ને પણ સૂરીલો સ્વર મળ્યો છે લતાજીનો અને સંગીત સજાવેલું છે સિતાર-મોહનવીણા-તબલાંનાં રણકારથી...!!..

Saturday, February 09, 2008

..*.. સંગીત ..*.. (4)

..ગતાંક થી ચાલુ :- સંગીત વિષયક માહિતી....." સૌરાષ્ટ્રનો સાંસ્કૃત્તિક વૈભવ " માં થી સાભાર .. From Mr. Kapil Dave.


કાકુસ્વર : એક સ્વર ઉપરથી બીજા સ્વર ઉપર જતાં વચલાં સૂરને થતો સ્પર્શને કાકુસ્વર કહે છે. લોકસંગીત કાકુસ્વરોથી સભર છે. સ્વ. પં. ઓમકારનાથજી ઠાકુરે ‘રાગ અને રસ’ પુસ્તિકામાં કાકુની વિસ્તૃત સમજુતી આપતાં લખે છે કે “સ્વરનો ત્રીજો ગુણ કાકુ. સંગીતની ભાષામાં કાકુ શબ્દનો અર્થ સમજાવવા માટે સ્વરભેદ શબ્દની યોજના સમુચિત્ત લાગે છે. ગાતા, બોલતાં કે નાટ્યમાં અભિનય કરતાં અવાજમાં, અવાજની જાતમાં જે જુદાં જુદાં ફેરફારો કરવામાં આવે છે, તેને સંગીતની ભાષામાં કાકુ કહેવામાં આવે છે. સુખદુઃખાદિ સંવેદન પ્રસંગે કંઠમાં એ જાતનાં પરિવર્તનો કરવાની આવશ્યકતા રહે છે. કરુણાભર્યો પ્રસંગ હોય, એ પ્રસંગે ક્યાંય કહેતાં હોઈએ, નાટ્યમાં અભિનય પ્રસંગે ઉતરતા હોઈએ અથવા ગીતાલાપમાં વિલાપતાં હોઈએ, તેવાં પ્રસંગે કંઠ ગદગદિત થવો જ જોઈએ.તેવી જ રીતે ગુંગળાયેલા, અકળાયેલાં, ક્રોધે ભરાયેલ, શાન્ત ચિન્તિત, નૈરાશ્ય, નિર્વેદ, ખેદ, પ્રસ્વેદ વગેરે જે જે અવસ્થાઓ દર્શાવવી હોય તે તે અવસ્થાઓ માટે કંઠમાં તેવી ક્રિયાઓ કર્યા વગર-સ્વરભેદ દર્શાવ્યાં વગર રસોત્ત્પત્તિ સંભવી જ શકે નહિ. એ બધાં સ્વરભેદની અવસ્થાને શાસ્ત્રીય ભાષામાં મૂકવાને અર્થે એને “કાકુ” સંજ્ઞાથી ઓળખવામાં આવે છે.”

રાગ : જન મન રંજન કરવાવાળી, આરોહ-અવરોહ તથા વાદી-સંવાદીયુક્ત શ્રવણ મધુર અને શાસ્ત્રોનુંસાર સ્વરરચનાને રાગ કહે છે. ‘રંજયતિ ઈતિ રાગ’ અર્થાત્ રાગ રંજક હોવો જોઈએ.
રાગના અંગો : આરોહ, અવરોહ, પકકડ, સમય, વાદી, સંવાદી ઈત્યાદી રાગનાં નિયમબધ્ધ મુખ્ય અંગો છે

જાતિ : રાગનાં આરોહ-અવરોહમાં આવતા સ્વરોની સંખ્યા ઉપરથી રાગની જાતિ નકકી કરવામાં આવે છે. આવી મુખ્ય જાતિ ત્રણ છે સંપૂર્ણ, ષાડવ, ઔડવ.

વાદી : રાગનો મુખ્ય સ્વર. રાગનું સ્વરૂપ જે સ્વર વિના સ્પષ્ટ ન થઈ શકે તે વાદી.

સંવાદી : જે સ્વર વાદી સ્વરથી બીજે ક્રમે રાગનું પૂર્ણ સ્વરૂપ બતાવે છે તે સંવાદી.

અનુવાદી : રાગમાં આવતાં વાદી અને સંવાદી સિવાયનાં અન્ય સ્વરોને અનુવાદી કહે છે.

વજર્ય : રાગમાં ન આવતાં સ્વરને વજર્યસ્વર કહે છે.

વિવાદીસ્વર : જે સ્વરનો પ્રયોગ રાગમાં કરવામાં ન આવતો હોવાછતાં કુશળ ગાયક રાગની સુંદરતા વધારવા માટે કયારેક કયારેક આ વિવાદી સ્વરનો ઉપયોગ કરતાં હોય છે.

પકકડ : ઓછામાં ઓછા સ્વરો દ્વારા રાગનું સ્વરૂ બતાવતા સ્વરસમૂહને પકકડ અથવા રાગનું મુખ્ય અંગ કહે છે

થાટ : સપ્ત સ્વરોનામ સમૂહ કે જેનાથી રાગ ઉત્પન્ન થઈ શકે તેને મેળ અથવા થાટ કહે છે. થાટ વિશિષ્ટાથી અંકિત છે.

સરગમ : રાગના નિયમને આધીન રહીને રાગમાં આવતાં સ્વરોની તાલબધ્ધ સ્વરરચનાને સરગમ અથવા સ્વરમાલિકા કહે છે.

લક્ષણગીત : રાગની બધી માહિતી અપાતી અને તે જ રાગમાં તાલબધ્ધ ગવાતી શબ્દરચનાને લક્ષણગીત કહે છે

બોલતાન : સંગીતમાં આલાપ કરતી વખતે ગીત કે શબ્દોને નવી સ્વરાવલીમાં ગાનની ક્રિયાને બોલતાન કહે છે.

તાનપલટા : સા, રે, ગ, મ, ના રાગાનુકુળ નાનાં મોટાં ટુકડાઓ કરી તેના ક્રમવાર આરોહ તે તાન અને ક્રમવાર અવરોહ તે પલટો. સારીગ, રીગમ, ચઢતાં ધનીસા સુધી જઈએ તે તાન અને સાનીધ થી ગરીસા સુધી ઉતરીએ તે પલટો.

ગમક : બબ્બે સ્વરની ગાંઠને કંપિત કરી ત્વરિત ગતિથી લેવામાં આવે તેને ગમક કહે છે. જે તાનનો એક સ્વતંત્ર પ્રકાર છે.

તરજ : રાગને તાલને અનુસરી બધાં રાગનું મિશ્રણને તરજ કહે છે.

* Note *

મિત્રો, હવેથી આ બ્લોગ પરની દરેક પોસ્ટ આપ સમન્વય પર વાંચી શકશો. આ સાઇટનું url છે, http://www.samnvay.net . જેને આપ બુકમાર્ક કરી લેશો. આપના સ્નેહ અને સહકાર બદલ આભાર ...!