..~.. સા ~ રે ~ ગા ~ મા ~ પ ~ ધ ~ ની ~ સા ..~.. ગીત-સંગીત ને સૂર નો સમન્વય !... * સૂર~સરગમ *
Showing posts with label friendship. Show all posts
Showing posts with label friendship. Show all posts

Monday, August 06, 2007

..*.. Friendship ..*..

મૈત્રી એક ઝાંકળબિંદુ છે, જે જીવનપુષ્પ ને તેજ ,તાજગી અને સૌંદર્ય અર્પે છે...મૈત્રી એક મનોહર સ્વરાવલી છે જે આત્મા ને અનોખા સંગીત થી હરી લે છે...!.. ચાલો આજે મૈત્રી-સરગમ માં રહેલાં ભાવો ને સાંભળી ને આપણે પણ આ સ્વરાંજલી દ્વારા સાચી મૈત્રી નિભાવવા સ્નેહ નાં સરવાળા,ભૂલ ની બાદબાકી,સહકાર નો ગુણાકાર અને વેરઝેર નો ભાગાકાર કરી મૈત્રીભાવ નું પવિત્ર ઝરણું વહાવીએ..!

આ બધાં જ ગીતો એ દરેક સહેલીઓ - મિત્રો ને અર્પણ, જેમણે આવી સુંદર પવિત્ર મિત્રતા આપી..! પહેલાં પણ અને અત્યારે પણ ..!.

આજે એ શૈશવ કાળ નાં દિવસો યાદ આવે છે અને થાય છે..કાશ..! કોઇ લૌટા દે મેરે બીતે હુએ દિન ..!..એ નિર્દોષ મસ્તી મજાક ભરી મધુર દોસ્તી ની મહેંક આજે પણ હ્રદય ને મહેકાવી રહી છે..!

....ખરેખર…,
A friend is a beautiful flower in the garden of life..!




..*.. Dosti ..*..

Note : Rrefresh the page to view this slide show from beginning with " Dosti " songs.


મૈત્રી ની કિંમત એને પુછો જેને મિત્ર નથી..! જેણે દોસ્તી માં ઠોકર ખાધી છે..! જેઓ સંજોગો નાં શિકાર બની એકબીજા ને સમજ્વા છ્તાં પણ દૂર થઇ ગયાં છે..!..આવી પળો માં તેઓ નાં હ્રદય માં જે દર્દ ભરી સંવેદનાઓ ઉત્પન્ન થાય છે એ આ ગીતો નાં શબ્દો અને સંગીત માં તાદ્ર્શ્ય થાય છે..!



* Note *

મિત્રો, હવેથી આ બ્લોગ પરની દરેક પોસ્ટ આપ સમન્વય પર વાંચી શકશો. આ સાઇટનું url છે, http://www.samnvay.net . જેને આપ બુકમાર્ક કરી લેશો. આપના સ્નેહ અને સહકાર બદલ આભાર ...!