..~.. સા ~ રે ~ ગા ~ મા ~ પ ~ ધ ~ ની ~ સા ..~.. ગીત-સંગીત ને સૂર નો સમન્વય !... * સૂર~સરગમ *

Wednesday, April 23, 2008

..*.. Mere Dholana ..*..



( Refresh the page to play the song with slide show )

..આ ગીત મારી અતિ-પ્રિય ગાયિકા શ્રેયાનાં સુમધુર સ્વરમાં છે અને તેને સાથ આપ્યો છે શ્રીએમ.જી. શ્રીકુમારે..બન્નેનાં સ્વરની જુગલબંધી કંઇક અનોખું જ વાતાવરણ સર્જે છે..અંતરાની એક પંક્તિમાં શ્રેયાનાં સ્વરમાં સાઉથના ગાયિકા ચિત્રાજીનાં સ્વરની તથા શ્રીકુમારનાં સ્વરમાં શ્રીહરિહરનનાં સ્વરની ઝલક વર્તાય છે...!
... સંગીત છે શ્રીપ્રિતમજીનું, જેઑએ ઘુંઘરૂ, તબલાં, બંસરી, સિતાર, જલતરંગ વિગેરે નો સમન્વય ખૂબ સરસ રીતે કર્યો છે .... અને શબ્દો લખ્યાં છે શ્રીસમીરજીએ..

મેરે ઢોલના સુન મેરે પ્યાર કી ધૂન... !

મેરી ચાહતે તો ફિઝામેં બહેગી, ઝીંદા રહેગી હોકે ફના..!!

તેરે બગૈર ક્યા જીના, મેરે રોમ રોમ મે તુ હૈ..

સાથી રે મરકે ભી તુજકો ચાહેગા દિલ, તુજે હી બેચૈનીયોમેં પાયેગા દિલ...!!

સાંસોમે તેરી સરગમે હૈ અબ રાત દિન, ઝિંદગી મેરી તો કુછ ના અબ તેરે બિન..!

આ સૂર, તાલ, લય, રાગ, શબ્દ અને સંગીતની સરગમને જરા પણ નજરઅંદાઝ કરવા જેવી નથી... સંગીત પ્રેમીઓ ને નમ્ર વિનંતી કે એક વખત આ સરગમ ને તમારા કર્ણપટલ સુધી વહેવા દો ... એ માત્ર તન-મનને જ નહીં પરંતુ આત્માને પણ સરગમનાં તાનમાં મુગ્ધ કરીને ડોલાવશે..!!..જાણેકે રાગ-રાગીણી નૃત્ય કરી રહ્યાં છે એવું ભાસે છે ..!!! ખરેખર, જેવાં સુંદર શબ્દો એવું જ મધુરું સંગીત અને સ્વર...!!!..

ધા ગ, ધા ગ, ધ ગ ત , ધ ગ ત , ધા ધી ગ ત ધા

ધા ગ ધ્રી ગ તા ગ ...ધી ગ ત ધા ..(2)

મેરે ઢોલના સુન, મેરે પ્યાર કી ધૂન ..

ધ્ર ગ ત્રી ગ ..(4)

ધ્ર ગ ત્રી ગ ધ ત્રી ગ ત ધા....

ત ગ ધ ત્રુ મ ...!!

મેરે ઢોલના સુન, મેરે પ્યાર કી ધૂન ..

મેરી ચાહતે તો ફીઝામેં બહેંગી, ઝીંદા રહેંગી હો કે ફના...!

તાના ના ના તુમ , તાના ના ના તુમ, તાના ના ના તુમ, તાના ના ના તુમ

તા ના ધી રે, તા ના ધી રે, ધી રે ના...! ..મેરે ઢોલના ..

ત્ર ગ ધુ મ ...........

સાથી રે સાથી રે મરકે ભી તુજકો ચાહેગા દિલ,


તુજે હી બેચૈનીયોંમેં પાયેગા દિલ ...


મેરે ગેંસુઓકે સાયેમેં, તેરી રાહતો કી ખુશ્બુ હૈ,

તેરે બગૈર ક્યા જીના, મેરે રોમ રોમ મેં તું હૈ,

મેરી ચુડીયોં કી ખન ખન સે તેરી સદાયેં આતી હૈ

યે દુરીયાં હંમેશા હી નઝદીક હમકો લાતી હૈ ...ઓ પિયા...........

સા ની ધા, ની ધ મા

મા ગ સ ની ધ ની સ ગ મા

મા ગ સ ની ધ ની સ ગ

મા ગ સ ની ધ ની સ ગ

મા ગ મા ગ

સા ની ધ ગ પ ધ ની

સા ની ધ ગ પ ધ ની

સા ની ધ ની

ધ ની સા, ધ ની સા, ધ ની સા, ધ ની સા

મ ધ ની, મ ધ ની, મ ધ ની, મ ધ ની

ધ ની સા, ધ ની સા, ધ ની સા

મ ધ ની, મ ધ ની, મ ધ ની

મ ધ ની સા , મ ધ ની સા, મ ધ ની સા, મ ધ ની સા,

સા ની ધ મા, સા ની ધ મા, સા ની ધ મા, સા ની ધ મા

મા મા, ગ ગ, સા સા, ની ની,

સા સા ની ની , ધા ધા ની ની

સા સા ની ની, ધા ધા પા મા

ગા ગા સા સા ની ની, ધા ધ ગ

ની ની સા સા સા

ની ધા સા સા સા

મ ગ સા સા સા... મેરે ઢોલના સુન...

ત્ર ગ ધુ મ, ત્ર ગ ધા.....

સાંસો મેં, સાંસો મેં તેરી સરગમે હૈ અબ રાત દિન

ઝીંદગી મેરી તો કુછ ના અબ તેરે બિન ...

તેરી ધડકનો કી સરગોશી, મેરી ધડકનો મે બજતી હૈ

મેરી જાગતી નિગાહો મેં, ખ્વાહીશ તેરી હી સજતી હૈ

મેરે ખયાલ મેં હર પલ તેરે ખયાલ શામીલ હૈ

લમ્હે જુદાઇયો વાલે મુશ્કીલ બડે હી મુશ્કીલ હૈ .... ઓ પિયા.......

ની સા, ની સા, ની સા, ની સા

ધ ની, ધ ની, ધ ની, ધ ની

પ ધા, પ ધા, પ ધા, પ ધા

ગ મ પ ધા ની રે સ

ગ મ પ ધા ની રે સ

પ ની ની સા, પ ની ની સા, પ ની ની સા, પ ની ની સા

ગ મ પ ધા, ની ધ પ ધા, ની સા

ગ મ પ ધા, ની ધ પ ધા, પ મ ગ મા, ગા રે સા ની, ધ ની સા ગા, મા ગા સા ગા, મા પા ધા પા, ધા ની સા

ની સા, ની સા, ની સા, ની સા, ની સા

ધ ની, ધ ની, ધ ની, ધ ની, ધ ની......

ગ મ પ ધા, ની ધ પ ધા, પ મ ગ મા, ગા રે સા ની, ધ ની સા ગા, મા ગા સા ગા, મા પા ધા પા, ધા ની સા ... ગ મ પ ધા, ની ધ પ ધા, પ મ ગ મા, ગા રે સા ની, ધ ની સા ગા મ ગા .........................................................................................................

( આગળ લખવા અસમર્થ છું....!!!..)



આ જ ગીતને " સ્ટાર વોઇસ ઓફ છોટે ઉસ્તાદ " પર કિશોરી અન્વેષાએ તથા ઝીટીવી પર કિશોરી અનામિકાએ ખૂબ જ સરસ રીતે પ્રસ્તુત કર્યું છે એ ખરેખર પ્રશંશનીય છે...!.. આપણા દેશની આ ઉગતી પ્રતિભાઓને વિશાળ મંચ પર લાવવાનો ખુબ જ સરસ પ્રયાસ થઇ રહ્યો છે..

Mere Dholna(Ami Je Tomar)-----Anamika

Sunday, April 06, 2008

..*.. ગુજરાતનું ગૌરવ ..*..


ગુજરાતનું ગૌરવ - સાડા ચૌદ વર્ષની ઐશ્વર્યા મજમુદારને .. '' Star Voice of India - Chhote Ustad '' નું બિરૂદ મેળવવા બદલ હાર્દિક અભિનંદન ..!..
સાડા ત્રણ વર્ષની વયથી ગાતી ઐશ્વર્યાએ ભારતીય તથા પાશ્ચાત્ય શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી છે.




Aishwarya getting praised for her fantabulous peformance.






Sunday, March 16, 2008

..*.. Upahaar ..*..

મિત્રો, ગુજરાતી બ્લોગ જગતનું ભાવિ તો ઉજ્જ્વળ છે જ, સમયાંતરે નવા નવા બ્લોગ્સ માણવા મળે છે, અને આવો જ એક સંગીતમય બ્લોગ આપણે માણીએ છીએ જેનું નામ છે રણકાર...! જેની આજે પ્રથમ વર્ષગાંઠ છે...!..તો આવો આજે વધાવીએ રણકારને અને તેનાં રચયિતાને.. જેમણે ગુજરાતી સુગમ સંગીતને જીવંત રાખી રણકાવ્યું છે....!

સુરજનાં સોનેરી કિરણોથી ખીલતાં પદ્મ (કમળ) સમા નીરજભાઇ એ એમનાં નામ પ્રમાણે જ સુગંધ પ્રસરાવી છે ગુજરાતી બ્લોગ જગતમાં...!....જેમ કમળફૂલને અનેક પાંખડીઓ છે એવીજ અનેક-વિધ વિશિષ્ટતાઓ છે નીરજભાઇનાં વ્યક્તિત્વમાં. જે અત્યારનાં નવયુવાનોમાં બહુ જ અલ્પ સંખ્યામાં જોવા મળે છે...વિવિધ વિષયોનું ઊંડું ચિંતન, સૌમ્ય અને સરળ સ્વભાવ, લંડન રહેવા છતાં ભારતીય સંસ્કારો ને જાળવી રાખવા અને ખાસ તો દરેક માટે મદદરૂપ થવાની એમની નિ:સ્વાર્થ મૈત્રીભાવના એમનાં વ્યક્તિત્વમાં ઝળકી રહી છે..! એમની આ વિશિષ્ટતાઓ ને સો સો સલામ..!..

ખરેખર નીરજભાઇ આપણા ગુજરાતી બ્લોગ જગતનું ગૌરવ છે...!

આજના શુભ દિવસે નીરજભાઇ ને હાર્દિક શુભેચ્છાઓ સાથે એક ખાસ શુભેચ્છા કે એમના જેવી જ સંગીતપ્રેમી જીવન-સંગીની મળે અને બન્નેનાં સ્નેહ અને સાથનો રણકાર જીવન ભર રણકતો રહે...!

આજનું આ ગીત રણકાર ને અર્પણ...!

આ ગીત સાંભળીને એ નિર્દોષ મસ્તી મજાક ભર્યાં દિવસો યાદ આવી જાય છે...!







સા રે ગ મ પ મ ગ રે સા (2)

સા રે ગ મ પ મ ગ રે

સા ગ સા ગ (2)

સારેગમ પમગરે સાગ સાગ

રેગમપ મગરેસા રેપા રેપા (2)

પધનીસા નીધપમ મધ.. ગધપ... નીસા..

આવાઝ સૂરીલીકા જાદુ હી નિરાલા હૈ...આઅ..હા...ઓ..હો..

સંગીતકા જો પ્રેમી વો કિસમત વાલા હૈ...આ...હા...ઓ...હો...

તેરે મેરે મેરે તેરે સપને સપને, સચ હુવે દેખો સારે અપને સપને

ફીર મેરા મન યે બોલા બોલા બોલા ..

ક્યા..?

સા રે ગ મ પ મ ગ રે, સા ગ સા ગ

રેગમપ મગરેસા રેપા રેપા

પધનીસા નીધપમ મધ.. ગધપ... નીસા..

હે.., ચારુચંદ્રકી ચંચલ ચિતવન બિન બદરા બરસે સાવન,

મેઘ મલ્હાર મયુર મન ભાવન પવન પિયા પ્રેમી પાવન

હો..ચલો ચાંદ સિતારોકો યે ગીત સુનાતે હૈ... આ... હા... ઓ..હો..ઓ..

હમ ધૂમ મચાકર આજ સોયા જંહા જગાતે હૈ ..આ...હા...ઓ...હો...ઓ..

હમ તુમ, તુમ હમ, ગુમ સુમ, ગુમ સુમ

ઝીલ મીલ, ઝીલ મીલ, હીલ મીલ, હીલ મીલ

તું મોતી મૈં માલા માલા માલા..

અરમાન ભરે દિલ કી ધડ્કન ભી બધાઇ દે..

અબ ધૂન મેરે જીવનકી કુછ સૂર મે સુનાઇ દે..આ ..હા....આ..ઓ..હો..

રીમઝીમ, રીમઝીમ, છમ છમ, ગુન ગુન

તીલ તીલ, પલ પલ, રુન ઝુન, રુન ઝુન

મન મંદિર મે પૂજા પૂજા ..આ.. હા...

સારેગમ પમગરે સાગ સાગ

રેગમપ મગરેસા રેપા રેપા (2)

પધનીસા નીધપમ મધ.. ગધપ... નીસા..

Wednesday, March 12, 2008

..*.. Vaasanti sargam ..*..

..મિત્રો, વસંતઋતુએ તો પગરણ માંડી જ દીધા છે.. એના આગમન સાથે જ હૈયામાં પણ વાસંતી વાયરાઓ વાય છે અને ત્યારે જે સ્પંદનોની લહેરો ઉમટે છે એવી જ કોઇ અનુભૂતી દર્શાવતાં ક્લાસિકલ ગીતો માણીએ...




* સુનો સજના પપીહે ને *




ફિલ્મ ' આયેદિન બહાર કે 'નું આ મધુરું ગીત લતાજીના કોકિલ કંઠે ગવાયેલું છે અને રચયિતા છે શ્રી આનંદ બક્ષી..અને પંખી નો ટહુકા સાથે જલતરંગ, સરોદ, સારંગી, સિતાર, તબલાં, બંસરી નો સમન્વય એક્દમ સુંદર અને કર્ણપ્રિય બન્યો છે...!!


* ઓ સજના બરખા બહાર આઇ *



આ ગીતમાં શબ્દો દ્વારા વસંતઋતુ અને વર્ષાઋતુ સમયે થતી અનુભૂતિ દર્શાવી છે....!

રાગ ' ખમ્મજ ' પર અધારીત આ ગીત 1960માં પ્રદર્શિત થયેલી ફિલ્મ ' પરખ ' નું છે, જેને સુમધુર સ્વર મળ્યો છે લતાજીનો અને સંગીતબદ્ધ કર્યું છે શ્રી સલીલચૌધરીએ...

* બહારો મેરા જીવન ભી *



રાગ ' પહાડી' પર અધારીત અને 1966 માં પ્રદર્શિત થયેલી ફિલ્મ ' આખરીખત ' નું આ ગીત લતાજીનાં સૂરીલા કંઠે પ્રસ્તુત થયેલું છે તથા સંગીત છે શ્રી ખૈયામસાહેબનું...!!

Tuesday, March 11, 2008

..*.. Nainome badara chhaye ..*..





1966 માં બનેલી ફિલ્મ ' મેરા સાયા ' નું આ ગીત લતાજી એ રાગ ' ભીમ પલાસી ' દ્વારા એક્દમ સુંદર રીતે રજુ કર્યું છે.. સિતાર-વીણા આદી વાજીંત્રોનાં સંગીત થી સજાવ્યું છે શ્રીમદનમોહનજી એ.

Sunday, March 09, 2008

..*.. Mai dekhu jis or sakhi ..*..


..મારું એકદમ પ્રિય ગીત ..! સાંભળીએ એટલે તરત નજર સમક્ષ કૃષ્ણની પ્રેમદિવાની મીરાંબાઇ કે કોઇ ગોપીનું કલ્પના ચિત્ર આવી જાય...!!...



મૈં દેખું જિસ ઓર સખીરી, સામને મેરે સાંવરિયા..


પ્રેમ ને જોગન મુજકો બનાયા, તનકો ફુંકા મનકો જલાયા,


પ્રેમ કે દુ:ખમે ડૂબ ગયા દિલ, જૈસે જલમે ગાગરિયા...


રો રો કર હર દુ:ખ સહેના હૈ, દુ:ખ સહે સહે કર ચુપ રહેના હૈ,


કૈસે બતાવુ.. ? કૈસે બિછડી... પી કે મુખ સે બાંસુરીયા..


દુનિયા કહેતી મુજકો દિવાની, કોઇ ના સમજે પ્રેમ કી બાની,


સાજન સાજન રટ્તે રટ્તે અબ તો હો ગઇ બાવરીયા...

..*.. Koi matawala ..*..




રાગ દરબારી-કનાડા પર આધારીત આ ગીત છે 1966માં બનેલી ફિલ્મ ' લવ ઇન ટોકિયો ' નું અને સંગીત છે શ્રીશંકર-જયકિશનજી નું..

..*.. Jao re jogi tum ..*..




રાગ કમોદ પર આધારીત આ ગીત 19966માં બનેલી ફિલ્મ આમ્રપાલીનું છે અને લતાજીએ સુંદર સ્વરથી સજાવ્યુંછે તો સંગીત છે શ્રી શંકર જયકિશનજી નું..!


Friday, March 07, 2008

..*.. સંગીત ..*.. (5)

....ગતાંક થી ચાલુ :- સંગીત વિષયક માહિતી....." સૌરાષ્ટ્રનો સાંસ્કૃત્તિક વૈભવ " માં થી સાભાર .. From Mr. Kapil Dave.


રાગસંગીત : રાગસંગીતનો પ્રારંભ ઈ.સ.ની પાંચમી કે છઠ્ઠીસદીમાં માતંગમુનિથી થયો છે. માતંગમુનિએ બ્રહદદેશીય ગ્રંથમાં સૌ પ્રથમ સમય સમયનાં રાગ બાંધી આપ્યાં છે. એ પછી દશમી સદી પછી સારંગદેવે સંગીતરત્નાકરમાં આ પધ્ધતિને વિશેષ શુધ્ધ રીતે પ્રચલિત કરી હતી. આ પરંપરાનો વિશેષ પ્રચાર પુષ્ટિમાર્ગીય વૈષ્ણવસંપ્રદાયે કર્યો છે.
રાગનો સમય : હિંદુસ્તાની સંગીતમાં દરેક રાગને ગાવા માટે નિશ્વિત સમય મુકરર થયેલ છે. નિશ્વિત સમયે તે રાગ ગાવાથી વિશેષ રીતે શોભી ઊઠે છે. સમય ઉપરાંત કેટલાંક રાગો ઋતુ પ્રધાન મનાય છે.
વાદી સ્વરોનાં રાગનો સમય : રાગોનાં વાદીસ્વર સપ્તકના પૂર્વાંગમાં હોય તેવાં રાગો દિવસનાં ૧૨ થી રાત્રીનાં ૧૨ સુધી ગવાય છે અને જે રાગોનો વાદી સ્વર સપ્તકના ઉતરાંગમાં હોય તેવાં રાગો રાત્રીનાં ૧૨ થી દિવસનાં ૧૨ સુધી ગવાય છે.
સ્વર સાથે રાગનાં સમયનો સંબંધ : ૧) જે રાગમાં રે, ધ કોમળ હોય એવાં રાગો સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે ગવાય છે. સૂર્યોદય સમયે ગવાતા રાગોમાં શુધ્ધ મધ્યમ પ્રબળ હોય છે. સૂર્યાસ્ત સમયે ગવાતાં રાગોમાં તીવ્ર મધ્યમ પ્રબળ હોય છે. આ બંને પ્રકારનાં રાગોને સંધિ પ્રકાશ રાગો કહે છે. ૨) જે રાગમાં રે, ધ શુધ્ધ હોય તેવાં રાગોમાં દિવસ અને રાત્રીનાં બીજા પ્રહરમાં ગવાય છે. જે રાગોમાં ગ, નિ કોમળ હોય તેવાં રાગો દિવસ અને રાત્રીનાં ત્રીજા પ્રહરમાં ગવાય છે.
પરમેલ પ્રવેશક : કોઈ એક થાટનાં રાગોનો ગાવાનો સમય પૂરો થયા પછી બીજા થાટનાં રાગો ગાવાનો સમય શરૂ થાય છે, તે બંને થાટનાં સ્વરો જે રાગમાં આવી જાય તે રાગને પરમેલ પ્રવેશક કહે છે.
ગીત : મધુર સ્વરોમાં તાલયુકત સુંદર કર્ણપ્રિય શબ્દરચનાને ગીત કહેવાય છે. ગીતનાં જુદાં જુદાં વિભાગને અવયવ કહે છે. સામાન્ય રીતે ગીતનાં સ્થાયી અને અંતરા બે જ અવયવ છે.
સ્થાયી : ગીતનાં પ્રથમ પહેલાં ભાગ કે જેનાં સ્વરો મોટે ભગે મન્દ્દ અને મધ્ય સપ્તકમાં હોય છે, તેને સ્થાયી કહે છે.
અંતરા : ગીતનો બીજો ભાગ કે જેનાં સ્વરો મોટે ભાગે મધ્ય અને તાર સપ્તકમાં હોય છે, તેને અંતરા કહે છે.
સંચારી અને આભોગ : અમુક ગીત પ્રકારમાં અંતરા પછીનો ભાગ કે જે મન્દ્ અને મધ્ય સપ્તકમાં વિશેષ ગવાય છે, સંચારી અને સંચારી પછીનાં ગીતનાં ભાગમાં તાર સપ્તકનો ઉપયોગ થાય છે, તેને આભોગ કહે છે.
પ્રબંધ : શાસ્ત્રીયસંગીતનાં ગીતના પ્રકારોને પ્રબંધ કહે છે.
લય : સંગીતમાં સમયની એક સરખી ગતિને લય કહે છે. ૧) વિલંબિત : એકદમ ધીમી લય, ૨) મધ્ય : વિલંબિત લય કરતાં બમણી ઝડપથી ગવાતી લય, ૩) દ્રુત : મધ્ય લય કરતાં બમણી ઝડપથી ગવાતી લય, - એવાં ત્રણ પ્રકાર છે. તાલનું પ્રધાન ચલન લય છે.
માત્રા : લયને માપવાનું સાધન માત્રા છે. એક, દો, તીન, ચાર અથવા ધા, ધા, ધિં, તાં બોલ માત્રાને પ્રકટ કરવા માટે નિયુકિત કરવામાં આવેલ છે. એક સરખી લયમાં જ્યારે તાલી આપીએ છીએ ત્યારે બે તાલી વચ્ચેનાં સમયનાં અંતરને, અથવા મનુષ્યની નાડી જેટલાં સમયમાં બે વાર ચાલે એટલાં અંતરને અથવા તો એક સેકન્ડનાં સમયને એક માત્રા મનાય છે. જરૂરીયાત પ્રમાણે તેની સમયમર્યાદાને વધુ-ઓછી કરી શકાય છે.
તાલ : સંગીતની ગતિ માપવાનું સાધન તાલ છે. માત્રાની જુદી જુદી સંખ્યામાં સમ, ખાલી તાલી, તાલી અને ખંડ ઈત્યાદિ નક્કી કરેલ રચનાથી તાલ બને છે. સંગીતનો પ્રાણ તાલ છે. તાલઃ ‘કાલ ક્રિયામાનમ્’ અર્થાત્ સમય, માન કે માપ તાલ છે. તાલ આઘાત આપવાનું અને ભિન્નતા પ્રદર્શિત કરવાનાં મુખ્ય બે કાર્ય કરે છે. તાલ માટે એક દોહો પ્રસિધ્ધ છેઃતાલ રાગકો મૂળ હૈ, વાધ તાલકો અંગ;દોનો સંજોગ જબ હોત હૈ, ઉઠત અનેક તરંગ.
સમ : તાલીની પહેલી માત્રાને સમ કહે છે. ગાયનમાં સૌથી વધુ વજન સમ ઉપર આવે છે. સમનું સ્થાન ભિન્ન ભિન્ન હોય છે. તાલનો પ્રાણ સમ છે
ખાલી : તાલમાં સમ પછીનું વજન ખાલી આવે છે. તાલનાં કુલ માત્રાનાં બે ભાગ કરી બીજ ભાગની પહેલી માત્રા ઉપર ખાલી આવે છે. તાલનાં કુલ માત્રાનાં તાલોમાં એકથી વધુ ખાલી પણ હોય છે. અપવાદરૂપ કોઈ તાલની શરૂઆત ખાલીથી જ ગણાય છે, ત્યારે તાલીની સમ અને ખાલી બન્ને પહેલી માત્રા ઉપર ગણાય છે.
તાલી : સમ અને ખાલી સિવાય પણ ગીતની બીજી માત્રાઓ પર વજન આવે ત્યાં તાલી અપાય છે.
વિભાગ અથવા ખંડ : તાલમાં આવતી તાલી અને ખાલી પ્રમાણે દરેક તાલમાં ખંડ કે વિભાગ પડે છે. જયાં જયાં તાલી અને ખાલી આવે એ દરેક જગ્યાએ જેટલી માત્રા આવે એટલી માત્રાનાં દરેક વિભાગ કે ખંડ બને છે


વધુ આવતા અંકે………..

Friday, February 29, 2008

..*.. Tu kitani Achchhi hai ..*..




...માં...! કેટલું મમત્વ ભર્યું છે આ એક શબ્દમાં..!.. દુનિયાની કઇ એવી વ્યક્તિ હશે કે જેણે ક્યારેય આ મમતાની અનુભૂતિ ને યાદ નહી કરી હોય ..?.. જીવનનાં કોઇ પણ તબક્કે પહોંચો, " માં" ની મમતા તો હંમેશ આપણી સાથે જ હોય છે...
આપણા સુખ ખાતર એ ક્યારેય પોતાના દુ:ખ વિષે વિચારતી નથી..
આવી હોય છે ' માં ' ...!
જેના વિષે વિસ્તૃત વર્ણન કરવામાં કદાચ જન્મારો નિકળી જાય તો પણ ઓછા પડે શબ્દો..!
આજે મારાં પૂજ્ય મમ્મીનાં જન્મદિન પર અમે પ્રભુ પાસે એ જ માંગીએ છીએ કે અમને હર જનમમાં એમની મમતા મળે ...
આજે બેવડી ખુશીનો દિવસ છે કે મમ્મીનાં જન્મદિને જ શ્રીજી, સૂર~સરગમ તથા અનોખુંબંધન નો સમન્વય થઇ રહ્યો છે... !
અમે જે રીતે એમની મમતાની અનુભૂતિ કરી છે એ આ ગીતમાં વર્ણવ્યું છે...
મમ્મી, આપની સુખાકારી ઇચ્છતાં આપનાં સંતાનો તરફથી આ ગીત આપને અર્પણ...!!

Tuesday, February 19, 2008

..*.. Amrut Bharelu ..*..

" ધબકાર બેઠક " વખતે ધારીણી બહેન તથા ખુશ્બુ દ્વારા પ્રસ્તુત આ " આંધળી મા નો કાગળ " અને " જેર નો કટોરો " ..એ ખરેખર અશાજી અને નિશાજીનાં સ્વર ની યાદ અપાવી દીધી હતી..






" મા-બાપ " ફિલ્મનાં આ ગીતનાં રચયિતા છે શ્રીઇન્દુલાલ ગાંધી...અને હૃદય ને હચમચાવી નાખનાર આ શબ્દોમાં કરૂણતા ભરી છે આશાજીએ એમનાં દર્દભર્યાં સ્વરથી..!.. જે સાંભળી ને ભાગ્યે જ કોઇ એવું હશે કે એમની પલકોમાંથી અશ્રુ ના વહ્યાં હોય..!!!!!!


અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્
પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવતી ખત,
ગગો એનો મુંબઇ ગામે; ગીગુભાઇ નાગજી નામે.

લખ્ય કે માડી ! પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઇ
કાગળની એક ચબરખી પણ, તને મળી નહીં ભાઇ !
સમાચાર સાંભળી તારા; રોવું મારે કેટલા દા’ડા ?

ભાણાનો ભાણિયો લખે છે કે, ગગુ રોજ મને ભેળો થાય
દન આખો જાય દા’ડિયું ખેંચવા રાતે હોટલમાં ખાય,
નિત નવાં લૂગડાં પે’રે; પાણી જેમ પઇસા વેરે.

હોટલનું ઝાઝું ખાઇશ મા, રાખજે ખરચીખૂટનું માપ
દવાદારૂના દોકડા આપણે કાઢશું ક્યાંથી બાપ !
કાયા તારી રાખજે રૂડી; ગરીબની ઇ જ છે મૂડી.

ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ
જારનો રોટલો જડે નહિ તે દી પીઉં છું એકલી છાશ,
તારે પકવાનનું ભાણું; મારે નિત જારનું ખાણું.

દેખતી તે દી દળણાં, પાણી કરતી ઠામેઠામ
આંખ વિનાનાં આંધળાંને હવે કોઇ ન આપે કામ,
તારે ગામ વીજળીદીવા; મારે આંહીં અંધારાં પીવાં.

લિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર
એકે રહ્યું નથી અંગનું ઢાંકણ, ખૂટી છે કોઠીએ જાર.
હવે નથી જીવવા આરો; આવ્યો ભીખ માગવા વારો.


આ ગીત મોકલવા બદલ મિત્ર શ્રીનીરજભાઇ નો ખૂબ આભાર ...

Sunday, February 17, 2008

..*.. Me to zer no katoro ..*..


મારું અતિપ્રિય ગીત કે જેનાં શબ્દો લખ્યાં છે શ્રીભાગ્યેશ જહાંએ, સંગીત આપ્યું છે શ્રી સોલીકાપડીયાએ તથા સુમધુર સ્વર છે, વડોદરાનું ગૌરવ એવા નિશા ઉપાધ્યાયનો.. ગીતની ભાવાભિવ્યક્તિ એક્દમ સુંદર છે..!




મેં તો જેર નો કટોરો સહેજ પીધો, ને અંગ અંગ મીરાં ફૂટી,

મેં તો હાથ મહીં હાથ સહેજ લીધો, ને ચાર પાંચ રેખા ટુટી..!

મીરાંની આંખમાંથી નીતરે છે રોજ બની વહેલી સવાર એક ઝરણું,

મીરાંનાં તંબુરથી ટુટેલાં તાર મારાં આંગણાનું બોલકણું તરણું,

રાણાને સંદેશો મોકલવા કલમ લઇ બેઠી ત્યાં શાહી સહેજ ખુટી...!

રાધા બનીને સહેજ કહુંછું હું કાન, ત્યાં તો પારધીએ તીર એક તાંકયું,

શબરીનાં બોરમાંથી કાંટાને કાઢ્તા જીવનનું ઝાડ ખૂબ થાક્યું,

ગિરિધર નાગર ને રીઝ્વવા નાચું ત્યાં ઘુંઘરુની ગાંઠ એક છુટી...!

મેં તો જેર નો કટોરો સહેજ પીધો, ને અંગ અંગ મીરાં ફૂટી,

મેં તો હાથ મહીં હાથ સહેજ લીધો, ને ચાર પાંચ રેખા ટુટી..!

Monday, February 11, 2008

..*.. Chori Chori Chupke .. *..

..મિત્રો, ..આપણે હવે થોડાં દિવસ અમુક શાસ્ત્રીય સંગીત તથા રાગ પર આધારીત કેટલાંક ગીતો ને માણીએ..!.. જેમાં બંસરી-સિતાર-તબલાં-વીણા ઇત્યાદી વાજીંત્રો નો ઉપયોગ શુદ્ધ ભારતીય સંગીત રૂપે થયેલો છે.






લતાજી... ..! જેમનું ઉપનામ કોયલ - કોકીલકંઠી - વિગેરે છે ...આપણે એમનાં હર એક ગીતમાં એ સુમધુર સ્વર ને માણીએ છીએ...! કોઇ પણ પ્રકારનાં સંગીતમાં એમનો સૂર ઢળે એટલે એ સંગીતની મધુરતા ઓર વધી જાય છે...!.. આ ગીત સાંભળ્યાં પછી પણ સિતાર-વીણા ની સરગમ બસ આપણાં કાનમાં ગુંજ્યા જ કરે છે...!!..

..*.. Neend Churaye ..*..



***
...બંસરીની ધૂન કોને મુગ્ધ ના કરે..??...અને એ ધૂનની તાનમાં ભુલાઇ જાય સાન ભાન..! આવી મીઠી-મધુરી બંસરીની ધૂન વાળુ ગીત લતાજી એ મીઠી-ફરિયાદના સુંદર લહેકાથી પ્રસ્તુત કર્યું છે..!!

..*.. Jaise Radha ne ..*..






કોઇ યુવતીને મનનો માણીગર મળે અને જીવનભરનો સાથ મળી જાય ત્યારે થતી ખુશી ને વાચા મળી છે આ ગીત દ્વારા..!... શહેનાઇ, જલતરંગ અને બંસરી મિશ્રિત સંગીત ને સૂરનો સંગાથ મળ્યો છે લતાજીનાં મધુર કંઠનો..!

Sunday, February 10, 2008

..*.. Jiya lage na ..*..





... માલાગુંજી રાગ પર આધારીત આ ગીત છે ફિલ્મ આનંદનું ...સિતાર-બંસરી-વીણા-તબલાં મિશ્રિત સંગીત સાથે સૂર પૂર્યો છે લતાજીએ... આ પંક્તિ... જીના ભૂલે થે કહાં યાદ નહી, તુજ્કો પાયા હૈ જંહા સાંસ ફીર આઇ વંહી...ખૂબ સરસ છે....!

..*.. Baiya na dharo ..*..





..રાગ ચારૂકેશી પર આધારીત ' દસ્તક ' ફિલ્મનાં આ ગીત ને પણ સૂરીલો સ્વર મળ્યો છે લતાજીનો અને સંગીત સજાવેલું છે સિતાર-મોહનવીણા-તબલાંનાં રણકારથી...!!..

Saturday, February 09, 2008

..*.. સંગીત ..*.. (4)

..ગતાંક થી ચાલુ :- સંગીત વિષયક માહિતી....." સૌરાષ્ટ્રનો સાંસ્કૃત્તિક વૈભવ " માં થી સાભાર .. From Mr. Kapil Dave.


કાકુસ્વર : એક સ્વર ઉપરથી બીજા સ્વર ઉપર જતાં વચલાં સૂરને થતો સ્પર્શને કાકુસ્વર કહે છે. લોકસંગીત કાકુસ્વરોથી સભર છે. સ્વ. પં. ઓમકારનાથજી ઠાકુરે ‘રાગ અને રસ’ પુસ્તિકામાં કાકુની વિસ્તૃત સમજુતી આપતાં લખે છે કે “સ્વરનો ત્રીજો ગુણ કાકુ. સંગીતની ભાષામાં કાકુ શબ્દનો અર્થ સમજાવવા માટે સ્વરભેદ શબ્દની યોજના સમુચિત્ત લાગે છે. ગાતા, બોલતાં કે નાટ્યમાં અભિનય કરતાં અવાજમાં, અવાજની જાતમાં જે જુદાં જુદાં ફેરફારો કરવામાં આવે છે, તેને સંગીતની ભાષામાં કાકુ કહેવામાં આવે છે. સુખદુઃખાદિ સંવેદન પ્રસંગે કંઠમાં એ જાતનાં પરિવર્તનો કરવાની આવશ્યકતા રહે છે. કરુણાભર્યો પ્રસંગ હોય, એ પ્રસંગે ક્યાંય કહેતાં હોઈએ, નાટ્યમાં અભિનય પ્રસંગે ઉતરતા હોઈએ અથવા ગીતાલાપમાં વિલાપતાં હોઈએ, તેવાં પ્રસંગે કંઠ ગદગદિત થવો જ જોઈએ.તેવી જ રીતે ગુંગળાયેલા, અકળાયેલાં, ક્રોધે ભરાયેલ, શાન્ત ચિન્તિત, નૈરાશ્ય, નિર્વેદ, ખેદ, પ્રસ્વેદ વગેરે જે જે અવસ્થાઓ દર્શાવવી હોય તે તે અવસ્થાઓ માટે કંઠમાં તેવી ક્રિયાઓ કર્યા વગર-સ્વરભેદ દર્શાવ્યાં વગર રસોત્ત્પત્તિ સંભવી જ શકે નહિ. એ બધાં સ્વરભેદની અવસ્થાને શાસ્ત્રીય ભાષામાં મૂકવાને અર્થે એને “કાકુ” સંજ્ઞાથી ઓળખવામાં આવે છે.”

રાગ : જન મન રંજન કરવાવાળી, આરોહ-અવરોહ તથા વાદી-સંવાદીયુક્ત શ્રવણ મધુર અને શાસ્ત્રોનુંસાર સ્વરરચનાને રાગ કહે છે. ‘રંજયતિ ઈતિ રાગ’ અર્થાત્ રાગ રંજક હોવો જોઈએ.
રાગના અંગો : આરોહ, અવરોહ, પકકડ, સમય, વાદી, સંવાદી ઈત્યાદી રાગનાં નિયમબધ્ધ મુખ્ય અંગો છે

જાતિ : રાગનાં આરોહ-અવરોહમાં આવતા સ્વરોની સંખ્યા ઉપરથી રાગની જાતિ નકકી કરવામાં આવે છે. આવી મુખ્ય જાતિ ત્રણ છે સંપૂર્ણ, ષાડવ, ઔડવ.

વાદી : રાગનો મુખ્ય સ્વર. રાગનું સ્વરૂપ જે સ્વર વિના સ્પષ્ટ ન થઈ શકે તે વાદી.

સંવાદી : જે સ્વર વાદી સ્વરથી બીજે ક્રમે રાગનું પૂર્ણ સ્વરૂપ બતાવે છે તે સંવાદી.

અનુવાદી : રાગમાં આવતાં વાદી અને સંવાદી સિવાયનાં અન્ય સ્વરોને અનુવાદી કહે છે.

વજર્ય : રાગમાં ન આવતાં સ્વરને વજર્યસ્વર કહે છે.

વિવાદીસ્વર : જે સ્વરનો પ્રયોગ રાગમાં કરવામાં ન આવતો હોવાછતાં કુશળ ગાયક રાગની સુંદરતા વધારવા માટે કયારેક કયારેક આ વિવાદી સ્વરનો ઉપયોગ કરતાં હોય છે.

પકકડ : ઓછામાં ઓછા સ્વરો દ્વારા રાગનું સ્વરૂ બતાવતા સ્વરસમૂહને પકકડ અથવા રાગનું મુખ્ય અંગ કહે છે

થાટ : સપ્ત સ્વરોનામ સમૂહ કે જેનાથી રાગ ઉત્પન્ન થઈ શકે તેને મેળ અથવા થાટ કહે છે. થાટ વિશિષ્ટાથી અંકિત છે.

સરગમ : રાગના નિયમને આધીન રહીને રાગમાં આવતાં સ્વરોની તાલબધ્ધ સ્વરરચનાને સરગમ અથવા સ્વરમાલિકા કહે છે.

લક્ષણગીત : રાગની બધી માહિતી અપાતી અને તે જ રાગમાં તાલબધ્ધ ગવાતી શબ્દરચનાને લક્ષણગીત કહે છે

બોલતાન : સંગીતમાં આલાપ કરતી વખતે ગીત કે શબ્દોને નવી સ્વરાવલીમાં ગાનની ક્રિયાને બોલતાન કહે છે.

તાનપલટા : સા, રે, ગ, મ, ના રાગાનુકુળ નાનાં મોટાં ટુકડાઓ કરી તેના ક્રમવાર આરોહ તે તાન અને ક્રમવાર અવરોહ તે પલટો. સારીગ, રીગમ, ચઢતાં ધનીસા સુધી જઈએ તે તાન અને સાનીધ થી ગરીસા સુધી ઉતરીએ તે પલટો.

ગમક : બબ્બે સ્વરની ગાંઠને કંપિત કરી ત્વરિત ગતિથી લેવામાં આવે તેને ગમક કહે છે. જે તાનનો એક સ્વતંત્ર પ્રકાર છે.

તરજ : રાગને તાલને અનુસરી બધાં રાગનું મિશ્રણને તરજ કહે છે.

* Note *

મિત્રો, હવેથી આ બ્લોગ પરની દરેક પોસ્ટ આપ સમન્વય પર વાંચી શકશો. આ સાઇટનું url છે, http://www.samnvay.net . જેને આપ બુકમાર્ક કરી લેશો. આપના સ્નેહ અને સહકાર બદલ આભાર ...!