..~.. સા ~ રે ~ ગા ~ મા ~ પ ~ ધ ~ ની ~ સા ..~.. ગીત-સંગીત ને સૂર નો સમન્વય !... * સૂર~સરગમ *
Showing posts with label Birthday. Show all posts
Showing posts with label Birthday. Show all posts

Friday, February 29, 2008

..*.. Tu kitani Achchhi hai ..*..




...માં...! કેટલું મમત્વ ભર્યું છે આ એક શબ્દમાં..!.. દુનિયાની કઇ એવી વ્યક્તિ હશે કે જેણે ક્યારેય આ મમતાની અનુભૂતિ ને યાદ નહી કરી હોય ..?.. જીવનનાં કોઇ પણ તબક્કે પહોંચો, " માં" ની મમતા તો હંમેશ આપણી સાથે જ હોય છે...
આપણા સુખ ખાતર એ ક્યારેય પોતાના દુ:ખ વિષે વિચારતી નથી..
આવી હોય છે ' માં ' ...!
જેના વિષે વિસ્તૃત વર્ણન કરવામાં કદાચ જન્મારો નિકળી જાય તો પણ ઓછા પડે શબ્દો..!
આજે મારાં પૂજ્ય મમ્મીનાં જન્મદિન પર અમે પ્રભુ પાસે એ જ માંગીએ છીએ કે અમને હર જનમમાં એમની મમતા મળે ...
આજે બેવડી ખુશીનો દિવસ છે કે મમ્મીનાં જન્મદિને જ શ્રીજી, સૂર~સરગમ તથા અનોખુંબંધન નો સમન્વય થઇ રહ્યો છે... !
અમે જે રીતે એમની મમતાની અનુભૂતિ કરી છે એ આ ગીતમાં વર્ણવ્યું છે...
મમ્મી, આપની સુખાકારી ઇચ્છતાં આપનાં સંતાનો તરફથી આ ગીત આપને અર્પણ...!!

Saturday, November 10, 2007

..*..પ્રથમ વર્ષગાંઠ ..*..

..આજ ની સુપ્રભાતે " શ્રીજી" અને " સૂર~સરગમ " ને એક વર્ષ પૂરું થયું ....અને આજે વિશેષ આનંદ દાયક શુભ સમાચાર એ છે કે શ્રીજી કૃપાથી અને વડીલોનાં આશીર્વાદથી નવા બ્લોગ " અનોખુંબંધન" ની શુભ શરૂઆત થઇ રહી છે...!! આ એક વરસ દરમ્યાન આ બન્ને બ્લોગ પર અસંખ્ય વાચક મિત્રોએ મુલાકાત લીધી અને અમુલ્ય પ્રતિભાવો આપ્યા..!...આશા છે "અનોખુંબંધન" ને પણ આપ સહુ એવા જ સ્નેહપૂર્વક વધાવી લેશો..!...


...........આ સમય દરમ્યાન પ્રેમાળ કુટુંબીજનો અને સ્નેહાળ મિત્રો સહેલીઓ ની શુભેચ્છાઓ તો મારી સાથે હતી જ ..પણ સાથે સાથે ઘણા બધા મિત્રોની મિત્રતા મળી - સાથ સહકાર મળ્યો.. જે પામી ને ખરેખર એમ થાય છે કે બ્લૉગજગત ની આ દુનિયા માં આટલાં સાલસ અને સ્નેહાળ મિત્રો ની મૈત્રી તો કોઇ નસીબદાર ને જ મળે..જે એક અમુલ્ય ભેટ છે મારા માટે..!! અમુક મિત્રો-સહેલીઓ કે જેમાં નાં બહુ જ અલ્પ સંખ્યા માં કહી શકાય એવા મિત્રો ની એકાદવાર રૂબરૂ મુલાકાત થઇ છે એમનાં વિષે તો જેટલું કહું એટલું ઓછુ જ છે.... શ્રી અમિતભાઇ-પિસાવડિયા, નિલેષભાઇ વ્યાસ, નીરજભાઇ શાહ, નીરજભાઇ-સોનાવાલા તથા ધ્વની જોશી.. ખરેખર એમનો સાથ સહકાર એ મારાં અહોભાગ્ય જ કહી શકાય..જ્યારે બીજી તરફ જે મિત્રો સહેલીઓ ને હું કદી મળી જ નથી છતાં પણ જેમનો સ્નેહ મળ્યો છે એમા નાં વડીલો જેમ કે પૂજ્ય રાજેન્દ્ર અંકલ (શ્રી રાજેન્દ્ર ત્રિવેદી)એ મને દીકરી તરીકે માન આપ્યું અને "શ્રીજી" તથા "સૂર~સરગમ"ને એમનાં "તુલસીદલ"માં સ્થાન આપ્યું તો ..પૂજ્ય સુરેશદાદા,પૂજય જુગલકાકા,પૂજ્ય હરીશભાઇ,પૂજ્ય નીલાદીદી ,પૂજ્ય નિલમદીદી, શ્રી મૃગેશભાઇ,શ્રી જયભાઇ ભટ્ટ જેવાં દરેક વડીલો તથા મિત્રો-સહેલીઓ પાસે થી હંમેશા સ્નેહ સહિત પ્રેરણા મળતી રહી...!


............સ્નેહી મિત્રો શ્રી વિશ્વદીપભાઇ, અમિતભાઇ, ગુણવંતભાઇ, વિવેક્ભાઇ, ધવલભાઇ, વિશાલભાઇ, બિમલભાઇ, વિકાસભાઇ, કેતનભાઇ, હિરેનભાઇ, રાજીવભાઇ, અશોકભાઇ, અશીતભાઇ, શૈલ્યભાઇ, કુણાલભાઇ, પ્રતિકભાઇ, કાંક્ષિતભાઇ, કુમારભાઇ, રાજેશભાઇ, મંથનભાઇ, શિવાંશભાઇ, દિપકભાઇ, પંકજભાઇ, કપિલભાઇ, પંચમભાઇ, મહેશભાઇ, વિરેન્દ્રભાઇ, દિગિશાબહેન, ઉર્મીસાગર, દેવિકાબહેન, પ્રવીણાબહેન, પિંકીબહેન, ધારીણીબહેન, નીતાબહેન, પ્રીતીબહેન, જયશ્રી, દિપ્તી(શમા), ઉન્નતી.... ઇત્યાદિ બધાં જ મિત્રો-સહેલીઓ પાસે થી હંમેશા પ્રોત્સાહન અને સહકાર મળ્યાં છે ...કોઇએ દીકરી, તો કોઇએ નાનીબહેન બનાવી..તો વળી કોઇએ દીદી કહી...!! કેવા કેવા ઋણાનુબંધ બંધાઇ ગયા બધા જોડે..!!...ક્યારેક આ બધા સંબંધો વિષે વિચાર આવે છે તો થાય છે કે કેવા નિરપેક્ષ છે આ બધા બંધનો...!!....કદાચ આને જ તો કહેવાય અનોખુંબંધન...!!!...

......અહીં બધા જ મિત્રોની નામાવલી મુક્વા માટે આ જગ્યા ખૂબ જ નાની પડે .એથી તમામ મિત્રો નો હું ખરા અંત:કરણ પુર્વક આભાર માનું છું..જેમણે કાયમ શ્રીજી અને સૂર~સરગમ પર પરોક્ષ રીતે સહકાર આપ્યો છે..!.. અને આગળ પણ આવો જ સ્નેહ ભર્યો સાથ મળતો રહે ..એવી અભ્યર્થના...!!



આજ નાં આ શુભ દિને પ્રસ્તુત છે મારી પ્રિય પ્રાર્થનાઓ...!







Monday, October 08, 2007

..*..Happy Birthday To My " Lalan " Tejas & Niece Miloni..*..

..Many Many Happy Returns Of The Day..

જ્યારે અમારા લાલન નાં આગમન ની રાહ જોવાઇ રહી હતી, જેનાં પ્રથમ કોમળ સ્પર્શ નો અહેસાસ અમારા હ્રદય ને તો થઇ જ ચુક્યો હતો.. ત્યારે અમારાં હ્રદય માં જે સંવેદનાઓ ઉદભવી રહી હતી એ કંઇક આવી હતી..









Monday, December 04, 2006

* ..Happy Birthday to My ' Lalan ' Chirag...*


blinkingeyes
Picture 001















...* Many Many Happy Returns Of The Day *..


collage10


* Note *

મિત્રો, હવેથી આ બ્લોગ પરની દરેક પોસ્ટ આપ સમન્વય પર વાંચી શકશો. આ સાઇટનું url છે, http://www.samnvay.net . જેને આપ બુકમાર્ક કરી લેશો. આપના સ્નેહ અને સહકાર બદલ આભાર ...!