..~.. સા ~ રે ~ ગા ~ મા ~ પ ~ ધ ~ ની ~ સા ..~.. ગીત-સંગીત ને સૂર નો સમન્વય !... * સૂર~સરગમ *
Showing posts with label Upahaar. Show all posts
Showing posts with label Upahaar. Show all posts

Sunday, March 16, 2008

..*.. Upahaar ..*..

મિત્રો, ગુજરાતી બ્લોગ જગતનું ભાવિ તો ઉજ્જ્વળ છે જ, સમયાંતરે નવા નવા બ્લોગ્સ માણવા મળે છે, અને આવો જ એક સંગીતમય બ્લોગ આપણે માણીએ છીએ જેનું નામ છે રણકાર...! જેની આજે પ્રથમ વર્ષગાંઠ છે...!..તો આવો આજે વધાવીએ રણકારને અને તેનાં રચયિતાને.. જેમણે ગુજરાતી સુગમ સંગીતને જીવંત રાખી રણકાવ્યું છે....!

સુરજનાં સોનેરી કિરણોથી ખીલતાં પદ્મ (કમળ) સમા નીરજભાઇ એ એમનાં નામ પ્રમાણે જ સુગંધ પ્રસરાવી છે ગુજરાતી બ્લોગ જગતમાં...!....જેમ કમળફૂલને અનેક પાંખડીઓ છે એવીજ અનેક-વિધ વિશિષ્ટતાઓ છે નીરજભાઇનાં વ્યક્તિત્વમાં. જે અત્યારનાં નવયુવાનોમાં બહુ જ અલ્પ સંખ્યામાં જોવા મળે છે...વિવિધ વિષયોનું ઊંડું ચિંતન, સૌમ્ય અને સરળ સ્વભાવ, લંડન રહેવા છતાં ભારતીય સંસ્કારો ને જાળવી રાખવા અને ખાસ તો દરેક માટે મદદરૂપ થવાની એમની નિ:સ્વાર્થ મૈત્રીભાવના એમનાં વ્યક્તિત્વમાં ઝળકી રહી છે..! એમની આ વિશિષ્ટતાઓ ને સો સો સલામ..!..

ખરેખર નીરજભાઇ આપણા ગુજરાતી બ્લોગ જગતનું ગૌરવ છે...!

આજના શુભ દિવસે નીરજભાઇ ને હાર્દિક શુભેચ્છાઓ સાથે એક ખાસ શુભેચ્છા કે એમના જેવી જ સંગીતપ્રેમી જીવન-સંગીની મળે અને બન્નેનાં સ્નેહ અને સાથનો રણકાર જીવન ભર રણકતો રહે...!

આજનું આ ગીત રણકાર ને અર્પણ...!

આ ગીત સાંભળીને એ નિર્દોષ મસ્તી મજાક ભર્યાં દિવસો યાદ આવી જાય છે...!







સા રે ગ મ પ મ ગ રે સા (2)

સા રે ગ મ પ મ ગ રે

સા ગ સા ગ (2)

સારેગમ પમગરે સાગ સાગ

રેગમપ મગરેસા રેપા રેપા (2)

પધનીસા નીધપમ મધ.. ગધપ... નીસા..

આવાઝ સૂરીલીકા જાદુ હી નિરાલા હૈ...આઅ..હા...ઓ..હો..

સંગીતકા જો પ્રેમી વો કિસમત વાલા હૈ...આ...હા...ઓ...હો...

તેરે મેરે મેરે તેરે સપને સપને, સચ હુવે દેખો સારે અપને સપને

ફીર મેરા મન યે બોલા બોલા બોલા ..

ક્યા..?

સા રે ગ મ પ મ ગ રે, સા ગ સા ગ

રેગમપ મગરેસા રેપા રેપા

પધનીસા નીધપમ મધ.. ગધપ... નીસા..

હે.., ચારુચંદ્રકી ચંચલ ચિતવન બિન બદરા બરસે સાવન,

મેઘ મલ્હાર મયુર મન ભાવન પવન પિયા પ્રેમી પાવન

હો..ચલો ચાંદ સિતારોકો યે ગીત સુનાતે હૈ... આ... હા... ઓ..હો..ઓ..

હમ ધૂમ મચાકર આજ સોયા જંહા જગાતે હૈ ..આ...હા...ઓ...હો...ઓ..

હમ તુમ, તુમ હમ, ગુમ સુમ, ગુમ સુમ

ઝીલ મીલ, ઝીલ મીલ, હીલ મીલ, હીલ મીલ

તું મોતી મૈં માલા માલા માલા..

અરમાન ભરે દિલ કી ધડ્કન ભી બધાઇ દે..

અબ ધૂન મેરે જીવનકી કુછ સૂર મે સુનાઇ દે..આ ..હા....આ..ઓ..હો..

રીમઝીમ, રીમઝીમ, છમ છમ, ગુન ગુન

તીલ તીલ, પલ પલ, રુન ઝુન, રુન ઝુન

મન મંદિર મે પૂજા પૂજા ..આ.. હા...

સારેગમ પમગરે સાગ સાગ

રેગમપ મગરેસા રેપા રેપા (2)

પધનીસા નીધપમ મધ.. ગધપ... નીસા..

Saturday, November 10, 2007

..*.. Upahaar ..*..

આજે શ્રીજી અને સૂર~સરગમ ની પ્રથમ વર્ષગાંઠ પર સ્નેહીમિત્ર શ્રી નિરજભાઇ શાહે (રણકાર) એક ગીત ની ભેંટ મોકલી છે... આ ઉપહાર માટે એમનો અંત:કરણ પુર્વક ખુબ ખુબ આભાર..!

શ્રીજી કૃપાથી સૂર~સરગમ તણી આ મહેફીલ માં સંગીતનો રણકાર હંમેશ ગુંજતો રહે અને મૈત્રી કેરું અનોખુંબંધન અમર રહે..એવી અભ્યર્થના..!








..મહોબ્બતથી – તુષાર શુક્લ / સ્વર: સંજય ઓઝા, દર્શના ગાંધી


મહોબ્બતથી મહેક્યાં આ ગુલશન,

આ ગુલશન સલામત રહે..

સૂર શબ્દો તણી આજની આ,

આ મહેફિલ સલામત રહે... મહોબ્બતથી...

રહે ચાંદ ઝીલમીલ સીતારા રહે,


લહેર સંગ એના કિનારા રહે,

તમારાં રહે ને અમારાં રહે,

ગીત હોઠોં પર પ્યારા રહે... મહોબ્બતથી...

આ ગઝલોનું યૌવન,આ ગીતોનું ઉપવન,

સદાયે સભર કરતું રેહવાનું જીવન,

આ સૂરતાલ સરગમ રહે ગુંજી હરદમ,

આ રોશન શમા જલતી રેહવાની મધ્યમ,

તમારી પાસે આ ઘાયલ જીગર ને,

જીગરની જમાનત રહે... મહોબ્બતથી...


હો.. સમય ફૂલ પર સહી કરી દઈ સમયસર,

વહી જાશું જાણે કે ઝાકળની ઝરમર,

અમે તો જશું ને નવા આવશે પણ ,

ગગન છે તો ટહુકાઓ રહેશે ઘણા પણ,

યાદ જગને અમારી સૂરીલી સૂરીલી,

સૂરીલી બગાવત રહે... મહોબ્બતથી...



* Note *

મિત્રો, હવેથી આ બ્લોગ પરની દરેક પોસ્ટ આપ સમન્વય પર વાંચી શકશો. આ સાઇટનું url છે, http://www.samnvay.net . જેને આપ બુકમાર્ક કરી લેશો. આપના સ્નેહ અને સહકાર બદલ આભાર ...!