..~.. સા ~ રે ~ ગા ~ મા ~ પ ~ ધ ~ ની ~ સા ..~.. ગીત-સંગીત ને સૂર નો સમન્વય !... * સૂર~સરગમ *

Sunday, July 15, 2007

..*..Pyaar ki khushbu ..*..





powered by ODEO


પ્યાર ની ખુશ્બુ...! એક અકલ્પનીય અહેસાસ ...કે જેને દર્શાવી શકાતો નથી.... એ જ અહેસાસ ને વાચા મળી છે શ્રી મહેન્દ્ર કપુર તથા લતાજી નાં સુમધુર સ્વર દ્વારા..સાથે સંગીત નાં વાજીંત્રો જેવા કે તબલાં, સિતાર, ક્સાઈલોફોન, વાયોલિન, ઢોલક, જલતરંગ ઈત્યાદિ નાં સૂર તથા પંખી નાં મધુરાં કલરવ નાં સમન્વય થી બનેલી આ સરગમ સાંભળી આપણું મન પણ બહેકવા લાગે છે..!

Saturday, June 23, 2007

..*..Dil to hai dil..*..





.....દિલ ....!!! કેવુ નાજુક નામ....!!....ને એવી જ નજાકત...,...લાગણીઓ ને મહેસુસ કરવા ની એની સુંવાળપ ભરી પરખ શક્તિ માં રહેલી છે..!!..દિલ પર તો ઘણા કવિ ઓ એ કવિતા રચી, શાયરો એ શાયરી - ગઝલ રચી..! ખરેખર દિલ ની વાત જ ન્યારી છે..!..આવી જ કઇંક વાત આ ગીત માં દર્શાવી છે ને સુંદર સંગીત ની સાથે લતાજી નાં સ્વર નો મધુર રણકાર દિલ નાં તાર ને ઝણકાવી જાય છે..!

Wednesday, June 06, 2007

...* Agar tum mil jao *...

...આ ગીત માં રહેલ શબ્દો સાંભળી ને શ્યામ દિવાની મીરાં અને ગોપી યાદ આવી જાય ...જાણે કે પોતાના પ્રિયતમ ને પામવા પોતાનું સઘળું ત્યજી દેવા તૈયાર છે..!.મીરાં અને ગોપી ની પ્રેમ લક્ષણા ભક્તિ માં તીવ્ર લાગણી ની ભાવ પૂર્વક ની અનોખી તડપ રહેલી છે ..એવી જ તડપ આ ગીત માં દર્શાવી છે...! સુંદર સંગીત થી સજાવેલ ગીત ને શ્રેયા એ પોતાના સુમધુર સ્વર નો પ્રાણ પૂરી ને એક્દમ જીવંત અન કર્ણપ્રિય બનાવ્યું છે..!..

Wednesday, May 09, 2007

..*.. Ashiqi me har ..*..




powered by ODEO


..ના જાને દિલ કિસકા કબ ખો જાયે, બિન સોચે બિન સમજે પ્યાર હો જાયે..!..યહી ચાહત કા અક્સર હોતા હૈ દસ્તુર.. ઇસમે દિલ કા ક્યા કસુર્..!

આ સુંદર ગીત ને સ્વર મળ્યો છે સાધના સરગમ નાં સૂરીલાં કંઠ નો..જે સ્વ. દિવ્યા ભારતી પર ફિલ્માવાયેલું હતું. આ ગીત નું સંગીત પણ એના શબ્દો જેવું જ મધુરું છે..!

Friday, April 27, 2007

..*.. Akhiyon ke zarokhon se..*..

..જી તી હૂં તુમ્હે દેખ કે, મરતી હૂં તુમ હી પે, તુમ હો જંહા,સાજન મેરી દુનિયા હૈ વંહીપે..
...એક તેરે ભરોસે પે સબ બૈઠી હૂં ભૂલ કે.. યૂં હી ઊંમ્ર ગુઝર જાયે ..તેરે સાથ ગુઝર જાયે...!.....દિન રાત દુવા માંગે મેરા મન તેરે વાસ્તે...કંહી અપની ઉંમ્મીદો કા કોઇ ફૂલ ના મુરઝાયે...!!
.
....કંઇ કેટ્લા અરમાનો સજાવી ને બેઠી હોય છે એ યુવતિ.!.જે પોતાનાં મન નાં માણિગર ને પોતાનું સર્વસ્વ માની લેતી હોય છે...!

.....એક અરમાન ભરેલી યુવતિ ના હ્રદય માં પ્રગટ થઈ રહેલ ભાવો નુ સુંદર આલેખન કરી આ ગીત ને હળવા કર્ણપ્રિય સંગીત થી મઢ્યું છે શ્રી રવિન્દ્ર જૈને..! જ્યારે આ જ ભાવો ને સ્વર મળ્યો છે હેમલતા ના મધુરા કંઠ નો..!.. આ ગીત ની દરેક પંક્તિઓ સુંદર છે...!

Wednesday, April 18, 2007

..*..Madhuban Khushbu..*..




powered by ODEO

....દિલ વો દિલ હૈ જો ઔરો કો, અપની ધડ્કન દેતા હૈ, જીના ઉસકા જીના હૈ, જો ઔરો કો જીવન દેતા હૈ...!! ખુબ જ સરસ પંક્તિ ઓ છે..અતિસુંદર અર્થપુર્ણ આ પ્રેરણાદાયક ગીત ને સૂરો થી સજાવ્યું છે શ્રી યેસુદાસ અને અનુરાધા પૌડવાલે.

Sunday, April 08, 2007

...* ..Pal pal.../...Piya bole..*...

...આ બન્ને ગીતો સુમધુર લય અને હળવા સંગીત સાથે રજુ કર્યાં છે, શ્રેયા અને સોનુ નિગમે પોતાના સૂરીલા કંઠ દ્વારા..!...ખરેખર હળવા સંગીત ને માણવા નો લ્હાવો પણ અનેરો છે..!!
* * *
રણ ને તરસ છે પાણી ની,..ફૂલ ને તરસ છે સુગંધ ની,..પ્રેમ ને જરુર છે સાન્નિધ્યની,..આંખ ને જરુર છે એક અંધ ની..તો પછી કાન માટે છે કર્ણ પ્રિય.... સોનુ નિગમ અને શ્રેયા..! જેમનાં ક્સુંબલ ઘુંટ્યાં સ્વર માત્ર કાન ની નહીં , સમગ્ર અસ્તિત્વ ની પ્યાસ બુઝાવશે...!





powered by ODEO

powered by ODEO

* Note *

મિત્રો, હવેથી આ બ્લોગ પરની દરેક પોસ્ટ આપ સમન્વય પર વાંચી શકશો. આ સાઇટનું url છે, http://www.samnvay.net . જેને આપ બુકમાર્ક કરી લેશો. આપના સ્નેહ અને સહકાર બદલ આભાર ...!